Ahmedabad News: બ્રહ્માકુમારી સંગઠનના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું સોમવારે રાત્રે લગભગ 1:20 વાગ્યે અવસાન થયું. તેમણે 101 વર્ષની ઉંમરે ગુજરાતના અમદાવાદ સ્થિત ઝાયડ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને આજે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઓના મુખ્ય મથક શાંતિવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
દાદીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્મા કુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ફેસબુક પર લખ્યું છે કે ‘અમારી પરમ આદરણીય, મમતામયી માં સમાન રાજયોગિની દાદી રતન મોહિનીના અથક આધ્યાત્મિક સેવાના જીવન બાદ 101 વર્ષની ઉંમરે ધીમે-ધીમે સૂક્ષ્મ લોકોમાં પ્રવેશ કર્યો છે. તેમની દિવ્ય ઉપસ્થિતિ અને શુદ્ધ કંપન આધ્યાત્મિક પથને રોશન કરતા રહેશે અને લાખો લોકોનું માર્ગદર્શન કરતા રહેશે. પ્રેમ, સાદગી અને ઉચ્ચ દ્વષ્ટિની તેમની વિરાસત અમારા દિલમાં હંમેશા જીવિત રહેશે. દાદાજી 2021થી બ્રહ્માકુમારીઝના વહિવટી વડા હતા.
આ પણ વાંચો:બ્રહ્માકુમારીઝ ગુજરાત 2025ના વર્ષને મનાવશે ‘હિરક જયંતિ વર્ષ’ : રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય શુભારંભ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું
