Not Set/ અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર, કૃષ્ણનગર PI પર લગાવ્યા આ ગંભીર આરોપ

અમદાવાદમાં નશીલા પદાર્થ વાળી ચોકલેટ ખવડાવીને એક મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બિલ્ડર સુનિલ ભંડેરી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો છે. આરોપી સુનીલ ભંડેરીની ધરપકડ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, નર્સને બાથરૂમમાં જવાનું કહી સુનીલ ભંડેરી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં નશીલા પદાર્થ વાળી ચોકલેટ ખવડાવીને એક મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બિલ્ડર સુનિલ ભંડેરી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો છે. આરોપી સુનીલ ભંડેરીની ધરપકડ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, નર્સને બાથરૂમમાં જવાનું કહી સુનીલ ભંડેરી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો.

પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ ફરાર થઇ જતા પોલીસની કાર્યવાહી તેમજ સિવિલ અધિકારીઓની જવાબદારી સામે સવાલ ઉઠવા લાગ્યા છે. આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

આ છે આરોપ

આરોપી સુનીલ ભંડેરીએ તેના મિત્રની પત્નીને નશીલા પદાર્થ વાળી ચોકલેટ ખવડાવ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને મિત્રની પત્ની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ કેસમાં સુનીલ ભંડેરી નામના આરોપીની ધરપકડ કરી હતી. જોકે આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો.

બીજી તરફ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.રાઠોડ પર આરોપી પાસેથી 45 લાખની લાંચ લેવાનો આરોપ છે. આરોપ પોતે આરોપીએ લગાવ્યો હતો. બળાત્કારના આરોપી બિલ્ડર સુનિલ ભંડારીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિત અરજી પણ આપી છે. બળાત્કારના આરોપી ભંડેરીએ અરજીમાં કહ્યું છે કે કૃષ્ણનગર પીઆઈ જે.કે.રાઠોડ, એડમિનિસ્ટ્રેટર ક્રિપાલ સિંહ, જે મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી તેના પતિ દ્વારા આ ષડયંત્ર રચ્યું હતું.

એટલું જ નહીં, અરજીમાં પીઆઇ અને એડમિનિસ્ટ્રેટરે ધમકી આપી હતી અને બળાત્કારના કેસથી તેને બચાવવા 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી. જેમાં તે 70 લાખ રૂપિયા આપવા તૈયાર હતો.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે.રાઠોડ વિરુદ્ધનો કેસ પણ ડી ડીવીઝનના એસીપી દેસાઇ, એસીપી, રિફર કરવામાં આવ્યો છે. સેક્ટર 2 ના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, આરોપી સુનીલ ભંડારીએ અરજી દાખલ કરી હતી જેમાં જણાવ્યું છે કે પીઆઈ જે.કે.રાઠોડે બળાત્કારના કેસમાં 45 લાખ રૂપિયા લીધા હતા. સુનીલ ભંડારીની અરજી પર તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.