Not Set/ રાજ્યના 9.61 લાખ કર્મચારીઓને સરકારની ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો

  ગાંધીનગર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી.ડેપ્યુટી સીએમ નીતિન રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કરેલો વધારો 1 જાન્યુઆરી 2019થી અમલી ગણાશે. આગામી 2 જૂલાઈના રોજ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે […]

Gujarat
nitin patel રાજ્યના 9.61 લાખ કર્મચારીઓને સરકારની ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો

 

ગાંધીનગર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી.ડેપ્યુટી સીએમ નીતિન રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.

મોંઘવારી ભથ્થામાં કરેલો વધારો 1 જાન્યુઆરી 2019થી અમલી ગણાશે.

આગામી 2 જૂલાઈના રોજ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 15 ટકા સુધી કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

હાલમાં રાજ્યનાં સરકારી કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવાશે. આ વધારો જુલાઈ માસના પગાર સાથે ચૂકવણી થશે.