વિરોધ પ્રદર્શન/ ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં Nude થઇ એક્ટ્રેસ, સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

સરકાર સામે વિરોધ કરવા માટે ફ્રાન્સની એક્ટ્રેસ જે આઇડીયા વિચારી તમે પણ ક્યારે નહી વિચારી શકો….

World
ગરમી 69 ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં Nude થઇ એક્ટ્રેસ, સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

ઘણીવાર વિરોધ કરવા માટે લોકો કોઇપણ હદ સુધી જતા રહેતા હોય છે. ઘણીવાર સરકારનાં નિર્ણયોથી રોષે ભરાયેલા લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે વિવિધ રીતોનો આશરો લેતા હોય છે. શુક્રવારે ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં પોતાનો વિરોધ દર્શાવવા માટે એક ફેન્ચ એક્ટ્રેસે જે આઇડિયા અપનાવી તે સાંભળી તમે પણ થોડીવાર માટે વિચારતા રહી જશો. જી હા, શુક્રવારે ફેન્ચ ઓસ્કર સેરેમનીમાં એક્ટ્રેસ કોરિન માસેરિયોએ વિરોધ કરતી વખતે તેના કપડા ઉતારી દીધા હતા.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ

જ્યારે 57 વર્ષીય અભિનેત્રી કોરિન માસેરિયા સ્ટેજ પર પહોંચી ત્યારે તેણે Donkey જેવો પોશાક પહેર્યો હતો જેના પર લોહીનાં ડાઘ હતા. પરંતુ લોકો કંઇ સમજે તે પહેલા તેઓ વિરોધમાં સ્ટેજ પર તેમના કપડા ઉતારી નેકેડ પ્રોટેસ્ટ કરવા લાગી હતી. આપને જણાવી દઇએ કે, ફ્રાન્સમાં કોરોના રોગચાળાને લીધે, સરકાર દ્વારા છેલ્લા 3 મહિનાથી સિનેમા અને થિયેટરો બંધ છે. આવી સ્થિતિમાં ઘણા કલાકારો પરેશાન છે. દરમિયાન, ફ્રાન્સમાં સોશિયલ ડિસ્ટન્સ દ્વારા સીઝર એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શનને ફ્રાન્સમાં ઓસ્કર સમાન ગણવામાં આવે છે. આ ફંક્શનમાં, માસિરોને બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ રજૂ કરવા આમંત્રણ અપાયું હતું. આ માટે, માસિરો ફંક્શનમાં પહોંચી હતી. તે Donkey ની પોશાક પહેરીને મંચ પર આવી. તેના નીચે તેણે લોહીથી લથપથ ડ્રેસ પહેર્યો હતો.

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર

એવોર્ડ ફંક્શન દરમિયાન તેણે સ્ટેજ પર પહોંચ્યા પછી તેના બધા કપડાં ઉતારી દીધા હતા. ત્યાં હાજર તમામ લોકો તેની આ ક્રિયાથી ચોંકી ગયા હતા. એટલું જ નહીં, માસિરોએ તેના શરીર ઉપર સરકાર માટે સંદેશ પણ લખ્યો હતો. તેણે લખ્યું, “કલ્ચર નહીં તો ભવિષ્ય નહીં.” તેની પીઠ પર ફ્રાંસનાં વડા પ્રધાન જિએન-કાસ્ટેક્સ માટે એક સંદેશ પણ લખાયો હતો. માસિરોએ પીઠ પર લખ્યું હતું, “અમને અમારી કલા પરત કરો, જિએન.” આ જ કાર્યક્રમમાં પહોંચેલા અન્ય કેટલાક કલાકારોએ પણ સરકારને અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સમાં કોવિડ-19 રોગચાળાને કારણે ગત વર્ષે ડિસેમ્બરથી સિનેમાઘરો બંધ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ