Election/ નામ તો છે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી” અને સ્થાનિક મુદ્દાની જ અવગણના કે શું ?

કેન્દ્ર અને રાજ્યની યોજનાના નામે પ્રચાર અને ઉમેદવાર ગમે તે હોય મત તો આ પક્ષને જ તેવો પ્રચાર શું સૂચવે છે ? લોકોમાં પૂછાતો સવાલ…

Mantavya Exclusive Gujarat Assembly Election 2022 Politics
sthanik swarajya election gujarat 2021 નામ તો છે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી" અને સ્થાનિક મુદ્દાની જ અવગણના કે શું ?

આઝાદી / અળખામણા થયેલા ગુલામ નબી આઝાદનો ‘આઝાદી’ બાદ કોંગ્રેસને માર્મીક ટોણોકેન્દ્ર અને રાજ્યની યોજનાના નામે પ્રચાર અને ઉમેદવાર ગમે તે હોય મત તો આ પક્ષને જ તેવો પ્રચાર શું સૂચવે છે ? લોકોમાં પૂછાતો સવાલ…

પૂર્વેની સ્થા.સ્વરાજ્યની ચૂંટણીનાં મુદ્દાની પરંપર ફરી

છ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને જામનગરની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. સામે જિલ્લા અને તુલાકુ પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોની યાદી પણ જાહેર થવાનો ક્રમ શરૂ થઈ ગયો છે. આ તમામ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વ્યાખ્યામાં આવે છે. સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક ઉમેદવારો, સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક આગેવાનોની તાકાત સાથે આ ચૂંટણી લડાવી જોઈએ અથવા તો પૂર્વે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રારંભિક ચૂંટણી યોજાતી ત્યારે સ્થાનિક સમસ્યાઓ પર જ લડાતી હતી.

himmat thhakar નામ તો છે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી" અને સ્થાનિક મુદ્દાની જ અવગણના કે શું ?

સાપ્રાંત સંજોગોમાં પક્ષીય રાજકારણનો મજબૂત પગપેસારો

ગુજરાતની સ્થાપના પહેલા અને પછી એટલે કે ૧૯૬૨ થી સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સ્તરની ચૂંટણી સાચા અર્થમાં સ્થાનિક ચૂંટણી બની રહેતી હતી. હકિકતમાં આ પાયાની ચૂંટણી છે અને સ્થાનિકતા જ પાયો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષીય રાજકારણનો પગપેસારો થયો છે અને તેના કારણે આ ચૂંટણી આજ રીતે લડાય છે. ગ્રામપંચાયતોમાં પક્ષ નહીં પણ પક્ષ સમર્થિત ઉમેદવારો હોય છે અને તેના નિશાન કોઈ પક્ષના નહિ, પરંતુ સ્વતંત્ર નિશાનો ફાળવાતા હોય છે. જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર અને મહાનગરની ચૂંટણીમાં પક્ષીય રાજકારણ પ્રમાણે લડાતી હોય છે. ભૂતકાળની વાત કરીએ તો છેક ૧૯૯૦ સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પક્ષો હતા, પરંતુ સંગઠનની તાકાત અને સ્થાનિક સમસ્યા ઉકેલવા જે તે પક્ષની કામગીરી કે ઉમેદવારોએ કરેલી કામગીરીના ધોરણે મત માગવામાં આવતા હતા.

આ પણ વાંચો  – રાજકારણ / ગાંધીજી-સરદાર બાદ ગુરુદેવ-નેતાજીનાં નામે રાજકીય રોકડી? કદાચ સ્વામીજી ચૂંટણી ટેન્શનમાં ભૂલાઇ ગયા હશેે? 

પૂર્વે કદી સ્થાનિક સ્વરાજ્યનાં પ્રચારમાં મુખ્યમંત્રીઓ નથી આવ્યા

હવે જાણકારો કહે છે કે, ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારબાદ ડૉ. જીવરાજ મહેતા, સ્વ. બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા સહિતના મુખ્યમંત્રીઓ આવી ગયા. તેમના સમયમાં પણ સ્થાનિક ચૂંટણીઓ લડાતી જ, પરંતુ આ ચૂંટણીઓમાં ક્યારેય ઉપર દર્શાવેલા કોઈ મુખ્યમંત્રી સ્થાનિક ચૂંટણીના પ્રચારમાં નીકળ્યા નહોતા. જે તે પક્ષના પ્રદેશ પ્રમુખે કે અન્ય હોદ્દેદારો પ્રચારમાં હોય તે સ્વભાવિક છે. પરંતુ તેમની જવાબદારી માર્ગદર્શન આપવા કે પોતાના પક્ષની સ્થિતિ નબળી હોય, ત્યાં યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપવાની હતી. જો રાજ્યના મુખ્યપ્રધાન પોતે ચૂંટણી પ્રચારમાં ન નીકળતા હોય તો પછી કેન્દ્રીય પ્રધાનો તો પ્રચારમાં ન જ હોય તે અત્યંત સહજ અને સ્વભાવિક બાબત છે. ૧૯૯૦ સુધીમાં જેટલી સ્થાનિક ચૂંટણી યોજાઈ તેમાં પક્ષનું તત્વ હતું પણ સમસ્યાઓ અને મુદ્દાઓ તો સ્થાનિક જ હતા. રાજ્ય સરકારે જે તે વિસ્તાર માટે કરેલા કામો કે બાકી રહેલા કામોની ચર્ચા થતી તે આખી જૂદી જ બાબત છે.

ભાજપે સ્થાનિક સ્વરાજ્યનાં પ્રચારમાં મુખ્યમંત્રીને ઉતારીયા

૧૯૯૫માં ભાજપની સત્તા પ્રથમ વખત આવી અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીના છ માસ પછી તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી તેમાં તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (કેશુબાપા) કેટલાક સ્થળોએ જાહેર સભાઓ સંબોધી હતી અને ત્યારથી મુખ્યમંત્રીઓ સ્થાનિક ચૂંટણીના પણ સ્ટાર પ્રચારક બની ગયા. નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો અને ૨૦૦૫માં પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી. મોદીજીના આગમન પહેલા ૨૦૦૦માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયેલી તેમાં છ પૈકી બે મહાનગરોમાં ભાજપને સત્તા ગુમાવવી પડી હતી. તો તે વખતની ૨૫ જિલ્લા પંચાયતોમાંથી બંને બાદ કરતા બાકીની તમામ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન સ્થપાયું હતું. જો કે ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તો માત્ર સંખ્યાબંધ સભાઓ સંબોધી એટલું જ નહિ, પરંતુ મહાનગરોમાં તો રોડ શો પણ કર્યા હતા. તે વખતે પાટણની સભામાં કોંગ્રેસ શાસિત સ્થાનિક સંસ્થાઓને રસ્તા પરના બમ્પ કહ્યા હતા અને આ બમ્પનો નાશ કરવાની લોકોને અપીલ કરી હતી. પછી તો સીલસીલો શરૂ થયો. ૨૦૧૦ અને ૨૦૧૫ની ચૂંટણીમાં પણ આજ રીતે મુખ્યમંત્રીઓ સ્ટાર પ્રચારક બન્યા હતા. હાલના તબક્કે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સ્ટાર પ્રચારક તરીકેનો હવાલો સંભાળી લીધો છે. તેઓ તમામ મહાનગરોમાં અને નગરોમાં તો ઠીક, પરંતુ તાલુકા મથકોએ પણ સભાઓ સહિતના વિવિધ કાર્યક્રોમાં હાજરી આપવાના છે. તેમનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે.

આમ આદમી પાર્ટીઓ તો સ્થાનિક નહીં બીજા રાજ્યનાં ઉ.મુખ્યમંત્રીને મેદાનમાં ઉતાર્યા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ત્રીજુ પરિબળ મજબૂતાઇ સાથે ઉમેરાયું છે, ભલે તે પરિબળ આમ આદમી હોય કે AIMIM અને BTPનું સંયોજન હોય. ખાસ વાત એ પણ છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી વતી દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી પ્રચારમાં જોડાયા હતા અને દિલ્હીમાં આપ દ્વારા કરવામાં આવેલા કામોની ચર્ચા કરવામા આવી હતી. તો ઐવેસી પાસે તો રાજ્યમાં સુધારાનો મુદ્દો પણ નથી માટે કેન્દ્ર દ્વારા લધુમતી બાબત કરેલા કામો અને કાયદાઓની અસરોને લઇને પ્રચારનાં મંડાણ કરવામાં આવેલા કે આવ્યા છે.

આ પણ વાંચો  – આઝાદી / અળખામણા થયેલા ગુલામ નબી આઝાદનો ‘આઝાદી’ બાદ કોંગ્રેસને માર્મીક ટોણો

આ મુદ્દા સ્થા.સ્વરાજ્યની ચૂંટણીનાં મુદ્દા હોઇ શકે

ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી તો ૨૫ વર્ષથી આવ્યા જ નથી. એટલે તેને તો પોતાના પ્રદેશ કક્ષાના નેતાથી જ ચલાવવું પડશે. જોકે કોંગ્રેસ પાસે પ્રદેશ કક્ષાએ અસરકારક નેતાઓ નથી. આ નબળાઈ પણ તેને નડી શકે છે. હવે પ્રચારના મુદ્દાઓની વાત કરીએ તો કોંગ્રેસ સ્થાનિક સંસ્થાઓમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ચગાવી શકે તેમ છે. જોકે જિલ્લા પંચાયતો પૈકી મોટાભાગની હાલ કોંગ્રેસ પાસે છે અને ત્યાં તેનું આ હથિયાર ભાજપ તેમની સામે જ ઉગામે તો કોંગ્રેસને બેકફૂટ સ્થિતિમાં આવી જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે અથવા થઈ શકે તેમ છે. જ્યારે બેકારી, મોંઘવારી અને ભાજપના સ્થાનિકથી માંડી કેન્દ્ર સુધીના નેતાઓ પર પ્રહારો કરવા સિવાય બીજું કોઈ શસ્ત્ર રહ્યું નથી. જોકે આ વખતે પેટ્રોલ અને ડિઝલના અને કોરોનાકાળ પછી પણ જીવન જરૂરી ચીજોના ભાવોનો મુદ્દો ધારે તો ચગાવી શકે તેમ છે. પરંતુ કોંગ્રેસ આ કામગીરી કેવી રીતે પાર પાડે છે તે જોવાનું રહે છે. જોકે ગામડામાં કૃષિકાયદો અને તેની સામે શરૂ થયેલા ખેડૂત આંદોલનનો મુદ્દો પણ ચાલી શકે તેમ છે. જોકે કોંગ્રેસ આ હથિયારનો કેવો ઉપયોગ કરી શકે છે તે જોવાનું રહે છે.

પક્ષોનાં પોસ્ટમાં લખાણ – ઉમેદવાર ગમે તે હોય મત તો પક્ષને જ

અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના મહાનગરોમાં એવા પોસ્ટરો લાગી ગયા છે. જેમાં પી.એમ. સ્વાસ્થ્ય યોજના, આયુષ્યમાન યોજના, મુંદ્રા યોજના તો રાજ્ય સરકારની મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અને સારવારનિધિ યોજન સહિતની યોજનાનો ઉલ્લેખ કરી તેમાં ભાજપનું નિશાન કમળ મતપત્રકમાં કે રાજકીય પક્ષોની સ્લીપમાં હોય તે રીતે દર્શાવાય છે. મોટાભાગના આવા પોસ્ટરોમાં નીચે એવી વાત લખી હોય કે ઉમેદવાર ગમે તે હોય પણ મત તો ભાજપને જ. જ્યારે કેટલાક મહાનગરોમાં ભાજપે પાંચ વર્ષમાં કરેલા વિકાસ કામોના આંકડા આપ્યા છે. જોકે આ વાચનારા મોટાભાગના લોકો એવું કહે છે કે, જે રકમ રસ્તા રીપેરીંગમાં ખર્ચાઈ હોવાનં જણાવાયું છે તેટલી રકમમાં તો જે તે વિસ્તારનો આખો પાકો રસ્તો બની જાય. હજી તો પ્રચાર શરૂ થયો છે. ત્યાં જ ઉમેદવારના બદલે પક્ષે કેન્દ્ર અને રાજ્યમાં જાહેર કરેલી યોજનાઓના નામ સાથે પ્રચાર શરૂ કર્યો છે. ટૂંકમાં સ્થાનિક પ્રશ્નો ગૌણ બન્યા છે. સ્થાનિકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને ઉમેદવાર ગમે તે હોય તેવી વાતો દ્વારા સ્થાનિક ઉમેદવારોની પણ આડકતરી રીતે અવગણના કરાઈ હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…