Not Set/ પેટા ચુંટણી રીઝલ્ટ પર એનડીએ માં તિરાડ, જેડીયુ એ કહ્યું: હાર માટે મોદી સરકાર જવાબદાર

  બિહારની જોકીહાટ વિધાનસભા સીટ પર થયેલી પેટા ચુંટણીમાં જનતા દલ યુનિયન (જેડીયુ) ને હારનો સામનો કરવો પડ્યો છે. જેડીયુ એ આ હારનું કારણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ઠરાવ્યું છે. આ સાથે જ જેદીયુંએ એનડીએ તરફ એક મોટું નિવેદન આપ્યું છે. જેડીયુ ના મહાસચિવ કેસી ત્યાગી એ રીઝલ્ટ બાદ કહ્યું હતું કે સમગ્ર દેશ […]

Top Stories Politics
bihar bjp 1 647 082915081307 091215114557 091315110915 પેટા ચુંટણી રીઝલ્ટ પર એનડીએ માં તિરાડ, જેડીયુ એ કહ્યું: હાર માટે મોદી સરકાર જવાબદાર

 

બિહારની જોકીહાટ વિધાનસભા સીટ પર થયેલી પેટા ચુંટણીમાં જનતા દલ યુનિયન (જેડીયુ) ને હારનો સામનો કરવો પડ્યો છે. જેડીયુ એ આ હારનું કારણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ઠરાવ્યું છે. આ સાથે જ જેદીયુંએ એનડીએ તરફ એક મોટું નિવેદન આપ્યું છે.

જેડીયુ ના મહાસચિવ કેસી ત્યાગી એ રીઝલ્ટ બાદ કહ્યું હતું કે સમગ્ર દેશ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોનાં લીધે નાખુશ છે. આજ કારણની અસર પેટા ચુંટણી પર પણ પડ્યું છે. અમે સરકારને અપીલ કરીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કપાત થવી જોઈએ.

આપણે જણાવી દઈએ કે જોકીહાટ સીટ પર રાજદ ઉમેદવાર શાહનવાજ આલમ અંદાજે ૪૦ હજાર મતોની જીતી ગયા છે.

 

  • એનડીએમાં સહીયોગીઓની થઇ રહી છે અદેખાઈ:
  • Chandrababu naidUU e1520485917658 પેટા ચુંટણી રીઝલ્ટ પર એનડીએ માં તિરાડ, જેડીયુ એ કહ્યું: હાર માટે મોદી સરકાર જવાબદાર

કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે પેટા ચુંટણી નું પરિણામ એનડીએ માટે ચિંતાનો વિષય છે. એનડીએ માં અત્યારની પરિસ્થિતિમાં સહપાઠીઓ અલગ-થલગ હોવાનું અનુભવી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં બે મોટા દળો એક સાથે થઇ ગયા છે, જેથી ત્યાનાં પરિણામ ભયનો સંકેત બની શકે છે.

એનડીએ ના મુદ્દા પર તેમણે જણાવ્યું હતું કે આજ ચંદ્રબાબુ નાયડુએ એનડીએ નો સાથ છોડી દીધો છે. શિવસેના બીજેપી સામે લડી રહી છે. આઈએનએલડી સાથ છોડી ચુકી છે, મહબૂબા મુફ્તી પણ નારાજગી દાખલ કરી ચુકી છે. તેમને જણાવ્યું હતું કે ૨૦૧૯ ની લોકસભા ચુંટણી પહેલા એનડીએ ને સ્વસ્થ કરવાની જરૂર છે.

  • નીતિશના પણ બદલ્યા સુર:

672118 nitish kumar પેટા ચુંટણી રીઝલ્ટ પર એનડીએ માં તિરાડ, જેડીયુ એ કહ્યું: હાર માટે મોદી સરકાર જવાબદાર

આપને જણાવી દઈએ કે ગત થોડા દિવસોમાં જેડીયુ પાસેથી ઘણા એવા નિવેદનો આવ્યા છે કે જે બીજેપી વિરુદ્ધ જઈ રહ્યા છે. આ સિવાય તેમણે બિહારને વિશેષ દરજ્જો આપવાના મુદ્દાને જોરો-શોરોથી ઉઠાવ્યો છે.