Not Set/ ચોમાસુ સત્ર પહેલાં સાંસદોના થયા કોરોના ટેસ્ટ, 24 સાંસદ મળ્યા પોઝિટિવ

  વૈશ્વિક મહામૃ કોરોને આખા વિશ્વ સહિત ભારતને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે સંસદના ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સંસદ શરૂ થતા પહેલા કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં 24 સાંસદોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જેમાં ભાજપના સાસંદ મીનાક્ષી લેખી, અનંત કુમાર હેગડે અને પ્રવેશ સાહિબ સિંહ સહિત 24 […]

India
c6f1ebf3e6d636ff5206cd855a1b3f45 ચોમાસુ સત્ર પહેલાં સાંસદોના થયા કોરોના ટેસ્ટ, 24 સાંસદ મળ્યા પોઝિટિવ
c6f1ebf3e6d636ff5206cd855a1b3f45 ચોમાસુ સત્ર પહેલાં સાંસદોના થયા કોરોના ટેસ્ટ, 24 સાંસદ મળ્યા પોઝિટિવ 

વૈશ્વિક મહામૃ કોરોને આખા વિશ્વ સહિત ભારતને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે સંસદના ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સંસદ શરૂ થતા પહેલા કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં 24 સાંસદોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જેમાં ભાજપના સાસંદ મીનાક્ષી લેખી, અનંત કુમાર હેગડે અને પ્રવેશ સાહિબ સિંહ સહિત 24 સાંસદો કોરોના પોઝિટિવ થયા છે. પોઝિટિવ સાંસદોમાં સુખબીર સિંહ, પ્રતાપ રાવ જાધવ, જનાર્દન સિંહ, હનુમાન બેનીવાલ, સેલ્વમ જી, પ્રતાપ રાવ પાટિલ, રામશંકર કઠેરિયા, સત્યપાલ સિંહ સહિત અન્ય પણ સામેલ છે.

સંસદનું ચોમાસુ સત્ર આ વખતે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. 18 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ વખતે લોકસભા અને રાજ્યસભા બે પાળીમાં ચાલશે, દરરોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યસભા સત્ર ચાલશે. તેના બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. વચ્ચેના બે કલાકમાં સંસદને સેનેટાઈઝ કરવામાં આવશે. કોવિડ-19ના કારણે સંસદ સત્રમાં ભાગ લેનારા તમામ સાંસદો અને રાજ્યસભા કર્મચારીઓને RT-PCR કોરોના ટેસ્ટ કરાવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.