શેરબજાર/ સેન્સેક્સે રચ્યો ઇતિહાસ પહેલીવાર 59 હજારની પાર,રોકાણકારો માલામાલ

પ્રથમ વખત સેન્સેક્સ 59200 અને નિફ્ટી 17600ને પાર પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 418 અંક વધી 59141 પર બંધ થયો હતો

Top Stories
market સેન્સેક્સે રચ્યો ઇતિહાસ પહેલીવાર 59 હજારની પાર,રોકાણકારો માલામાલ

આજે સપ્તાહનો ચોથો કારોબારી દિવસ એટલે કે ગુરુવારે શેરબજાર દિવસના ઉતાર ચઢાવ બાદ ફરી રેકોર્ડ સ્તરે બંધ થયું. સેન્સેક્સે પ્રથમ વખત 59 હજારની સપાટીને પહોચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 417.96 અંક (0.71 ટકા) ના વધારા સાથે 59,141.16 પર બંધ થયો.જયારે બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 110.05 પોઇન્ટ (0.63 ટકા) ના વધારા સાથે 17,629.50 પર બંધ થયો. ગયા સપ્તાહે બીએસઈના 30 શેરોનો સેન્સેક્સ 175.12 પોઈન્ટ અથવા 0.30 ટકા વધ્યો હતો. આજે વેપાર દરમિયાન, સેન્સેક્સ 59204.29 અને નિફ્ટી 17,644.60 પર પહોંચ્યો હતો.

સેન્સેક્સે નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ 59200 અને નિફ્ટી 17600ને પાર પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 418 અંક વધી 59141 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 110 અંક વધી 17629 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 58881 અને નિફ્ટી 17539 પર ખુલ્યો હતો

તેજીના કારણો

   સરકારની ઈન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવાની કોશિશ ચાલુ છે

   IPOનું બજાર પણ સારુ ચાલી રહ્યું છેબજારમાં વિદેશ રોકાણ વધી રહ્યું છે

   બીજા ત્રિમાસિકમાં સારા પરિણામ આવવાની શક્યતા​​​​​​​

   જુલાઈમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધી રહ્યું છે​​​​​​​

   ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર ઘટ્યો છે

   વેક્સિનેશન ઝડપી થવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે

ઉલ્લેખનીય છે કે  BSE પર 2431 શેરમાં કારોબાર થઈ રહ્યો છે, જેમાંથી 1705 શેરોમાં વધારા સાથે અને 618 શેરો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલાં બુધવારે સેન્સેક્સ 476 અંક વધી 58,723 પર અને નિફ્ટી 139 પોઈન્ટ વધી 17,519 પર બંધ થયો હતો.