Not Set/ બુલંદશહેર/ દોસ્તના ઘરે મહેંદી લગાવવું ભારે પડ્યું, પિતાએ લવમેરેજ સમજી કરી હત્યા

ઉંમર માત્ર 21 વર્ષ હતી. મિત્રના ત્યાં લગ્ન સમારોહમાં ગઈ હતી. મજાકમાં, સહેલીઓએ મહેંદી અને પીઠી લગાવી. આ મહેંદી અને પીઠી છોકરીની મોતનું કારણ બની હતી. પિતા સમજ્યા કે દીકરીએ લવ મેરેજ કરી લીધા છે. પૂછ્યું પણ નહીં અને ગુસ્સામાં આવીને પોતાની લાડકી પુત્રીની હત્યા કરી દીધી. આ ઘટના યુપીના બુલંદશહેરની છે જ્યાં પુત્રીની હત્યા […]

India
Untitled 5 બુલંદશહેર/ દોસ્તના ઘરે મહેંદી લગાવવું ભારે પડ્યું, પિતાએ લવમેરેજ સમજી કરી હત્યા

ઉંમર માત્ર 21 વર્ષ હતી. મિત્રના ત્યાં લગ્ન સમારોહમાં ગઈ હતી. મજાકમાં, સહેલીઓએ મહેંદી અને પીઠી લગાવી. આ મહેંદી અને પીઠી છોકરીની મોતનું કારણ બની હતી. પિતા સમજ્યા કે દીકરીએ લવ મેરેજ કરી લીધા છે. પૂછ્યું પણ નહીં અને ગુસ્સામાં આવીને પોતાની લાડકી પુત્રીની હત્યા કરી દીધી. આ ઘટના યુપીના બુલંદશહેરની છે જ્યાં પુત્રીની હત્યા કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે.

પુત્રીની હત્યા કર્યા બાદ પિતાએ પુત્રને બોલાવ્યો અને તક જોઇને ગુલાવઠી પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ વિસ્તારમાં ફેંકી દીધી. પોલીસને 5 નવેમ્બરના રોજ લાશ મળી. સોશિયલ મીડિયા દ્વારા એક ક્લુ મળી આવી. પોલીસે મહિલાના પિતાની કસ્ટડીમાં પૂછપરછ કરતાં સોમવારે આખી ઘટના સામે આવી હતી. આરોપીનો પુત્ર હજી ફરાર છે.

ગુલાવઠી કોટવાલીના પ્રભારી યોગેન્દ્રસિંહે કહ્યું કે મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર છે. આસપાસના લોકો કંઈ કહી શક્યા નહીં. સોશિયલ મીડિયાનો આશરો લેવામાં આવ્યો. ડેડ બોડીનો ફોટો જોતા એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને તેની ઓળખ લોહગલાના રહેવાસી કુસુમ (21) તરીકે થઈ હતી. જ્યારે પોલીસ તેને શોધવા કુસુમના પિતા રામજી લાલના ઘરે પહોંચી ત્યારે તેણે પુત્રીના ગુમ થયાની પુષ્ટિ કરી હતી.

પરિવારના સભ્યોને યુવતીના કપડાં અને ફોટા બતાવ્યા હતા અને તેઓએ તેની ઓળખ કરી હતી. રામજી સાથેની વાતચીત દરમિયાન, જ્યારે પોલીસને શંકા ગઈ ત્યારે તેની અટકાયતમાં પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસી સખ્તાઇથી પૂછપરછ કરી તો તેણે આખી વાર્તા કહી દીધી. બુલંદશહેરના એસએસપી સંતોષકુમારસિંહે જણાવ્યું હતું કે ઓળખ બાદ આ ઘટનાનો ખુલાસો થયો છે. પિતાને તેની પુત્રીની વર્તન પર શંકા હતી. બસ આ જ કારણે તેણે હત્યા કરી હતી. આરોપીને જેલ મોકલી દેવાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.