ગીર/ જંગલના રાજા સિંહને કાચબાએ હંફાવ્યો, ઘટના બની એવી કે તમે જાણીને…

ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક એક કાચબો ત્રણ યુવાન સિંહની નજરે ચઢી ગયો હતો અમે દરમિયાન કાચબાએ મોં બહાર રાખ્યું હતુ.

Gujarat Others
રાજા સિંહને

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે અને જંગલમાં સિંહોનું એકચક્રી શાસન ચાલતું હોય છે, પરંતુ કેટલીકવાર એવું બનતું હોય છે, જ્યાં રાજા પણ એક નાનકડા પ્રાણી સામે હારી જતો હોય છે.

આ પણ વાંચો :ભૂજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે કરાયા આવા ચેડા

આ જ પ્રમાણે ગીરના જંગલમાંથી એક દુર્લભ ઘટના સામે આવી છે અને આ સ,સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. હકીકતમાં ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક એક કાચબો ત્રણ યુવાન સિંહની નજરે ચઢી ગયો હતો અમે દરમિયાન કાચબાએ મોં બહાર રાખ્યું હતુ. આ જોઈને સિંહોએ કાચબાને મોંમાં પકડીને શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના પર હુમલો થતાં જ કાચબાએ પોતાનું મોં અંદર કરી લીધુ હતુ. આ કાચબાનો શિકાર કરવા માટે બધા યુવાન સિંહોએ ખૂબ જ પ્રયાસ કર્યો હતો.

જો કે, કાચબાના મજબૂત શરીર કવચના કારણે ત્રણેય સિંહો ખૂબ જ મહેનત કર્યા પછી પણ હાંફી ગયા હતા. અંતે હારીને થોડે દૂર જઈ બેસી ગયા હતા. થોડી વાર પછી કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, જંગલમાં સિંહ પોતે રાજા હોવા છતાં પણ કાચબા સામે કઇંક કરી શક્યો ન હતો અને અંતે હાર માનીને બેસી ગયા હતા.

આ પણ વાંચો :ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત, શાળાની બહારથી ઉપાડી જઈ વિધર્મી યુવકોએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો : બોરસદમાં માતાજીના મંદિરમાં યુવતીએ છાંટયો દારૂ,પોલીસ ફરિયાદ નોંધાઇ

આ પણ વાંચો :દેશમાં ગ્રે કાર્ડ શરૂ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો,જાણો વિગત

આ પણ વાંચો :આવતીકાલે નવી કોરોના SOP જાહેર થશે ?, નાઇટ કર્ફ્યૂનો સમય 12થી 5નો કરવા વિચારણા