Surendranagar/ અજાણી કારની લિફ્ટ માંગવી દંપત્તિને પડી ભારે, જાણો પછી શું થયું?

સુરતથી પટેલ દંપતી ગંગોત્રી ટ્રાવેલ્સમાં સુરેન્દ્રનગર આવવા માટે નીકળ્યા હતા. લીંબડી ઉતરીને સુરેન્દ્રનગર જતી અજાણી સફારી કારમાં લિફ્ટ લીધી હતી.

Gujarat Surat
police attack 47 અજાણી કારની લિફ્ટ માંગવી દંપત્તિને પડી ભારે, જાણો પછી શું થયું?

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર 

સુરતથી પટેલ દંપતી ગંગોત્રી ટ્રાવેલ્સમાં સુરેન્દ્રનગર આવવા માટે નીકળ્યા હતા. લીંબડી ઉતરીને સુરેન્દ્રનગર જતી અજાણી સફારી કારમાં લિફ્ટ લીધી હતી. આ દંપતીને વઢવાણ યાર્ડ પાસે ઉતારી દઇ કારને લખતર તરફ પુરપાટ હંકારી મુકી હતી. સુરત થી આવતા દંપતીનાં થેલામાંથી રોકડા રૂપિયા ૫૦ હજાર અને ત્રણ સોનાનાં ઘરેણા ગુમ થયાનું ખૂલ્યું છે.

સુરતથી સુરેન્દ્રનગર જવા માટે પટેલ મહેશભાઈ અને તેમના પત્ની જયાબેન ગંગોત્રી ટ્રાવેલ્સમાં રવાના થયા હતા. આ દંપતી લીંબડી સર્કલ પાસે થી અજાણી સફારી કાર માં સુરેન્દ્રનગર આવવા બેઠા હતા. કારમાં મહેશભાઈ આગળ બેઠા હતા અને તેમના પત્ની પાછળની બેઠકમાં અજાણી સ્ત્રીની સાથે ગોઠવાયા હતા. પટેલ દંપતીને વઢવાણ નજીક ડેરી પુલના કોર્નર ઉપર ઉપાસના સર્કલ પાસે ઉતરવાનું હોવા છતાં કાર ચાલકે થોડે દૂર વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે ઉતાર્યા. કારમાં સવાર અજાણ્યા ચાર લોકોએ અમારે મોડું થાય છે તેમ કરી દંપતીને ઉતારી કારને લખતર તરફ હંકારી દીધી હતી.

દંપતીને શંકા જતાં થેલામાંથી રોકડા રૂપિયા ૫૦ હજાર અને સોનાનાં ત્રણ ઘરેણા ગુમ થયાનું ખુલવા પામ્યું હતું. ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે વાયરલેસ મેસેજ થી લખતર પોલીસ ને જાણ કરીને હાઇવે ઉપર નાકાબંધી કરાવી હતી. આમ લખતર પી.એસ.આઇ રબારી અને પોલીસ ટીમે દિલધડક ઓપરેશન પાર પાડી પૂરપાટ દોડતી સફારી કાર ને અટકાવી મહિલા સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલ અજાણ્યા શખ્સો સાથેની કારને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે લાવી આ સંદર્ભની એફઆઈઆર નોંધી આ ટોળકીએ ક્યાં ક્યાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે તે દિશામાં બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ એસ. બી.સોલંકી તથા તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો