Gujarat News : રાજ્યમાં ફરી એક વખત IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની બદલી કરવામાં આવી છે. જેને પગલે નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાને મુકવામાં આવ્યા છે. જ્યારે તુષાર ધોળકિયાની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.
ઉપરાંત કમલ દયાનીને ગૌણ સેવા પસંદગી મંડળમાથી હટાવવામાં આવ્યા છે. બીજીતરફ ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાની બદલી કરવામાં આવી છે. ડીપી દેસાઈને AUDAના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે સિવાય GUDAના CEOનો વધારાનો ચાર્જ પણ દેસાઈને સોંપવામાં આવ્યો છે.