રાજકોટની આનંદ બંગલા વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગજનીની ઘટના સબબ પોલીસે મુખ્ય આરોપીઓ ડોક્ટર પ્રકાશ મોઢા ડોક્ટર વિકાસ મોઢા અને ડોક્ટર તેજસ કરમટા ના આર.ટી.પીસીઆર રિપોર્ટ કર્યા હતા.
આ ત્રણેય આરોપીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે.
ત્રણેય આરોપીઓને અત્યારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે અને આવતીકાલે તેઓને કોર્ટમાં હાજર કરવામાં આવશે એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
