Not Set/ દેશમાં ચોમાસાની શરૂઆત, ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં હવે ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થવા જઇ રહી છે. જણાવી દઇએ કે, કેરળ બાદ શનિવારે મહારાષ્ટ્રમાં વરસાદી સીઝનની શરૂઆત થઇ છે….

Top Stories India

દેશમાં હવે ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થવા જઇ રહી છે. જણાવી દઇએ કે, કેરળ બાદ શનિવારે મહારાષ્ટ્રમાં વરસાદી સીઝનની શરૂઆત થઇ છે, ત્યારબાદ દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, આજથી આગામી 24 કલાક દરમિયાન યુપી, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ કારણોસર અહીં એક એલર્ટ પણ જારી કરવામાં આવેલ છે. વિભાગનું કહેવું છે કે હવામાનમાં પરિવર્તન આ અઠવાડિયામાં ચાલુ રહેશે.

રાજકારણ / સરકાર-ટ્વિટરની લડાઈ વચ્ચે રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યુ- બ્લૂ ટિક માટે મોદી સરકાર લડી રહી છે પણ…

તાજેતરમાં અરબી સમુદ્ર, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મધ્ય બંગાળની ખાડી અને બંગાળની ખાડીનાં પૂર્વોત્તર ભાગોમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઇ છે. તો દિલ્હી-એનસીઆર, યુપી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, સાંસદ, બિહાર અને ઝારખંડમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કર્યું છે. વળી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, કોંકણ, તેલંગાણા, રાયલાસીમા, કર્ણાટક, આસામ, મેઘાલય, તામિલનાડુ, પુડુચેરી, કારાઈકલ, લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડી શકે છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં ધરતીપુત્રો માટે સારા સમાચાર આવ્યા છે. અહી પ્રી-મોનસૂન એક્ટિવિટી સક્રિય થઇ છે. ગુજરાતમાં 21 મી જૂનથી ગુજરાતમાં ચોમાસુ બેસવા જઇ રહ્યુ છે. અહી નૈઋત્યનાં ચોસામાનાં પગલે સારા વરસાદની વકી છે. વળી એક અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં 98 ટકા વરસાદ પડી શકે છે. વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે.

ઘર ઘર રાશન યોજના / કેજરીવાલે પૂછ્યું- જયારે પીઝા, બર્ગરની હોમ ડિલીવરી થઈ શકે તો રાશનની કેમ નહીં?

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે, સાઉથ-વેસ્ટ મોનસૂનનાં કારણે ઘણા રાજ્યોમાં પ્રી-મોનસૂનની પ્રક્રિયા પણ ચાલુ છે. આ વર્ષે વરસાદ 96 ટકાથી 104 ટકા સુધીનો થઈ શકે છે, જે સામાન્યથી સારા વરસાદની શ્રેણીમાં આવે છે. ચોમાસાની સીઝન જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલશે. 11 જૂન સુધીમાં, બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે, જે ચોમાસાની ચાલને મદદ કરી રહી છે. દિલ્હીનાં હવામાનમાં મહત્તમ વિવિધતા જોવા મળી રહી છે. બે દિવસ વાવાઝોડા અને વરસાદ બાદ શનિવારે દિલ્હીમાં ફરી ગરમાવો રહ્યો હતો. ગઈકાલે પારો 42 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે બીજી તરફ, રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની સંભાવના છે.