દૈનિકરાશીભવિષ્ય
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ ચૌદસના પવિત્ર દિવસે આજે શનિવાર, ૩૦ મે ૨૦૨૬ છે. આજની ચૌદસ તિથિ સવારે ૧૧:૫૮ વાગ્યા સુધી રહેશે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. વિશાખા નક્ષત્ર બપોરે ૦૧:૨૧ વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ અનુરાધા નક્ષત્રનો પ્રારંભ થશે. શિવ યોગ ૩૧ મેના રોજ સવારે ૦૫:૨૧ વાગ્યા સુધી યથાવત રહેશે, જ્યારે વણિજ કરણ સવારે ૧૧:૫૭ વાગ્યા સુધી રહેશે. આજે પંચક નથી, પરંતુ વિંછુડો સવારે ૦૬:૪૦ વાગ્યે શરૂ થશે.
સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૬:૪૧ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૫:૨૭ વાગ્યે થશે. શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૨ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૦૯:૧૫ થી ૧૦:૫૭ સુધી રહેશે. તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું યોગ્ય રહેશે.
આજે માતાજીની આરાધનાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ભક્તો માટે દેવી ઉપાસના, જપ, પાઠ અને પૂજા-અર્ચના માટે દિવસ શુભ ગણાય છે. ધાર્મિક માન્યતા મુજબ માતાજીની ભક્તિથી જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આજનો દિવસ આધ્યાત્મિક ચિંતન, સંકલ્પ અને ધાર્મિક કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે.
તારીખ:-૩૦-૦૫-૨૦૨૬, શનિવાર / જેઠ અધિક સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| લાભ | ૦૨:૧૬ થી ૦૩:૫૮ |
| અમૃત | ૦૩:૫૮ થી ૦૫.૩૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૦થી ૦૮:૩૯ |
| શુભ | ૦૯:૫૮ થી ૧૧:૧૬ |
| અમૃત | ૧૧:૧૬ થી ૧૨:૩૬ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
પૈસા બચાવો.
મિજાજ ફૂલફડાક રહે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
કોઈ કાર્ય ઝડપી થાય.
હાથમાં ધન ટકે નહિ.
જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
કોઈ ભેટ સોગાદ મળે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

મિથુન (ક, છ, ઘ) :-
મનમાં શાંતિ જણાય.
કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
ઉતાવળા નિર્ણય ન લેવા.
તબિયતમાં ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કર્ક (ડ , હ) :-
ધનની બચત થાય.
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :-
સ્વાસ્થ સારું રહે.
ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
જીવનસાથી સાથે પ્રવાસ થાય.
આર્થિક લાભ થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
શાંતિમય દિવસ જાય.
લગ્નજીવન સારું રહે.
લાગણી પર કાબૂ મેળવો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તુલા (ર , ત) :-
માતાપિતા સાથે મતભેદ થાય.
અણધાર્યા લાભ થાય.
ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
પ્રવાસના યોગ બને.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-
આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
ઓચિંતો ખર્ચ થાય.
ગુસ્સા પર કાબુ રાખવો.
તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
નવા રોકાણ થાય.
મોસાળ પક્ષથી લાભ થાય.
વડીલોની સંભાળ લેવી.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મકર (ખ, જ) :-
તબિયતનું ધ્યાન રાખવું.
નવી ખરીદી થાય.
મૂઝવણ જણાય.
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
મોટો આર્થિક લાભ થાય.
દિવસ આનંદમય જાય.
સગા સબંધીથી ફાયદો થાય.
નવા પ્રેમ સબંધ બંધાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
અતિથી ઘરે આવે.
નાના – મોટાનો ભેદ જણાય.
ખર્ચ પર નિયત્રણ રાખવું.
તબિયતમાં ધ્યાન રાખવું.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૮
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના નવા રહસ્યો બહાર આવી શકે છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:મે મહિનામાં બદલાશે આ 3 રાશિઓનું નસીબ…ત્રિગ્રહી યોગ કરાવશે બમ્પર લાભ!

