Delhi News/ ટિફની ટ્રમ્પે કરી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત

મુલાકાત બાદ ટિફની ટ્રમ્પે (Tiffany Trumpસોશ્યલ મીડિયા પર પણ અક્ષરધામની આ અનુભૂતિને “અવિસ્મરણીય” ગણાવી હતી

Top Stories India
ટિફની ટ્રમ્પે (Tiffany Trumpમંદિર-મુલાકાતની અનુભૂતિને વિઝિટર-બુકમાં અભિવ્યક્ત કરતાં લખ્યું — "આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે. આટલી સુંદર અને સ્મરણીય મુલાકાત બદલ આભાર!"

Delhi News :  અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ (Tiffany Trump)તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. 29 મે,2026૨૦૨૬ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.

ટિફની ટ્રમ્પ (Tiffany Trump)તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા ભારતીય પરંપરાગત કળાને નિહાળ્યા હતા. તેઓએ જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી હતી તેમજ સાંસ્કૃતિક બોટ-રાઈડનો અનુભવ પણ લીધો હતો.

ટિફની ટ્રમ્પે (Tiffany Trumpમંદિર-મુલાકાતની અનુભૂતિને વિઝિટર-બુકમાં અભિવ્યક્ત કરતાં લખ્યું —
“આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે. આટલી સુંદર અને સ્મરણીય મુલાકાત બદલ આભાર!”

મુલાકાત બાદ ટિફની ટ્રમ્પે (Tiffany Trumpસોશ્યલ મીડિયા પર પણ અક્ષરધામની આ અનુભૂતિને “અવિસ્મરણીય” ગણાવી હતી અને આ સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરના દર્શન પ્રત્યે ઊંડો અહોભાવ વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો : ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં નવી મજબૂતી

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી PM વિન્સ્ટન પીટર્સે પ્રતિનિધિમંડળ સાથે અક્ષરધામની મુલાકાત લીધી

આ પણ વાંચો : BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભારતીય અમેરિકન મહિલાઓના યોગદાનને બિરદાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો