ગુજરાત/ ફાર્માસીસ્ટ માટે સ્માર્ટકાર્ડ, બોગસ ફાર્માસીસ્ટ સામે ફોજદારી કાર્યવાહી

કાઉન્સીલ દ્વારા રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટોને સ્માર્ટકાર્ડ આપવામાં આવશે. સ્માર્ટકાર્ડમાં જીપીએસ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે.

Top Stories
ફાર્માસીસ્ટો

ગુજરાતમાં પ્રજાના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવવા હેતુ મેડિકલ સ્ટોર્સ કે ખાનગી હોસ્પિટલોમાં બની બેઠેલાં ફાર્માસીસ્ટો ને દૂર કરાશે. રાજ્યના તમામ ફાર્માસીસ્ટોને જીપીએસ સિસ્ટમ લાગુ કરેલાં સ્માર્ટકાર્ડ આપવાનો અભિગમ ગુજરાત સ્ટેટ ફાર્માસીસ્ટ કાઉન્સીલે અપનાવ્યો છે.

  • સ્માર્ટકાર્ડમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરાઇ
  • બોગસ ફાર્માસીસ્ટ સામે ફોજદારી કાર્યવાહી
  • આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવવાનો હેતુ
  • ગુજરાતમાં તમામ ફાર્માસીસ્ટોને અપાશે સ્માર્ટકાર્ડ
  • ગુજરાતમાં 30 હજાર કરતાં વધુ ફાર્માસીસ્ટ
  • ગુજરાત સ્ટેટ ફાર્માસીસ્ટ કાઉન્સીલની કવાયત

ગુજરાતમાં મેડિકલનોલેજ ધરાવતાં ફાર્માસીસ્ટો ના માધ્યમથી જ દર્દી સુધી દવા પહોંચે એ અભિગમ ગુજરાત સ્ટેટ ફાર્માસીસ્ટ કાઉન્સીલે અપનાવ્યો છે. બીજીબાજુ હાલમાં રાજ્યના અનેક મેડિકલસ્ટોર્સ કે હોસ્પિટલોમાં પોતે સત્તાવાર રીતે ફાર્માસીસ્ટની ડિગ્રી નહીં ધરાવતાં હોવા છતાં મેડિકલસ્ટોર્સમાં નોકરી કરતાં હોય છે. આ પ્રકારે ગુજરાતમાં બોગસ ફાર્માસીસ્ટ અનેક મેડિકલસ્ટોર્સમાં નિયુક્ત થયા હોવાની માહિતી બહાર આવી છે. પરિણામે ડિગ્રી વિનાના ફાર્માસીસ્ટના માધ્યમથી દવા અપાતાં દર્દીઓના જીવન સાથે ચેડાં થતાં હોવાની માહિતી ગુજરાત સ્ટેટ ફાર્માસીસ્ટ કાઉન્સીલના ધ્યાનમાં આવી હતી. આ સમસ્યા નિવારવા ફાર્માસીસ્ટ કાઉન્સીલે સ્માર્ટકાર્ડ પ્રથા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

કાઉન્સીલ દ્વારા રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટોને સ્માર્ટકાર્ડ આપવામાં આવશે. સ્માર્ટકાર્ડમાં જીપીએસ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. પરિણામે રાજ્યના કોઇપણ મેડિકલ સ્ટોર્સમાં બોગસ ફાર્માસીસ્ટ હવે પછી કામગીરી કરી શકશે નહીં તે પ્રમાણે સ્માર્ટકાર્ડ પ્રથા લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં સત્તાવાર ફાર્માસીસ્ટની ડિગ્રી ધરાવતાં ફાર્માસીસ્ટોની સંખ્યા 35 હજારને આંબી જાય છે ત્યારે હવે વાસ્તવમાં દર્દીઓની દુઆ મેળવવામાં સ્માર્ટકાર્ડપ્રથા લાભદાયી પુરવાર થશે. જો આમછતાં કોઇપણ મેડિકલસ્ટોર્સ અથવા હોસ્પિટલમાં બોગસ ફાર્માસીસ્ટ પકડાશે તો તેઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. પરિણામે ફાર્માસીસ્ટ કાઉન્સીલનો અભિગમ દર્દીઓ માટે આશિર્વાદ સમાન પુરવાર થશે….

ક્રુઝ ડ્રગ્સ કેસ / આર્યન ખાનના જામીન પર આજે પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, હવે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે

મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…