Gujarat High Court/ ગીર સોમનાથ ડીમોલેશનનો મામલો, ગુજરાત હાઇકોર્ટ આજે આપશે ચુકાદો

ગુજરાત હાઈકોર્ટમાં આજે ગીર સોમનાથ ડીમોલેશન મામલે ચુકાદો આવી શકે છે.

Top Stories Gujarat Others Breaking News

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં આજે ગીર સોમનાથ ડીમોલેશન મામલે ચુકાદો આવી શકે છે. હાઈકોર્ટમાં ગીર સોમનાથ ડીમોલેશનન મામલાની સુનાવણીમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જમીઅતે ઉલમાય હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર અહેમદ અંસારીએ ગેરકાયદેસર ડીમોલેશન થયું હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ અરજદારના જવાબરૂપે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડીમોલેશન કર્યું હોવાની રજુઆત કરી હતી. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે ચુકાદો આવી શકે છે.

સોમનાથ મેગા ડિમોલિશન: દબાણ હટાવવાને લઈને જિલ્લા કલેકટર અને પોલીસવડાએ આપ્યો  પ્રતિભાવ - SOMNATH MEGA DEMOLITION

જાણો શું છે મામલો
રાજ્યમાં હાલ ગેરકાયદેસર દબાણોને લઈને દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગીર સોમનાથમાં પણ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. 27 સપ્ટેમ્બરના રોજ સોમનાથ મંદિરની પાસે હાથ ધરાયેલ મેગા ડિમોલિશન ઓપરેશન હેઠળ કુલ 102 એકર જમીનમાં ફેલાયેલ 9 મસ્જિદો, 45 પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ જમીનની હાલની કિમંત અંદાજે 320 કરોડ હોવાનું મનાય છે.

સોમનાથ મંદિર પાસેની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાતા જમીયત ઉલેમા હિન્દ ગુજરાતના મહાસચિવ નિસાર અહેમદ અન્સારી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. નિસાર અહેમ અન્સારીએ સરકારની કામગીરી સામે રોષ ઠાલવતા કહ્યું કે સરકારે કાયદા વિરુદ્ધ કામ કર્યું છે. આજે આ મામલાનો ચુકાદો આવવાનો છે ત્યારે નિસાર અહેમદ અન્સારીએ એમ પણ કહ્યું કે જો કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો નહિ આપે તો અમે સુપ્રીમ કોર્ટમાં લડત આપીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો

આ પણ વાંચો:અમદાવાદમાં જામ્યો વરસાદી માહૌલ, પશ્ચિમ ઝોનમાં સવારના કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ