Gujarat BJP :ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી સમયમાં નવા સંગઠનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ સંગઠન પરિવર્તનમાં સૌરાષ્ટ્રના મહત્વના ત્રણ જિલ્લાઓ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના પ્રમુખો બદલાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના મવડી મંડળ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા માટે આ મોટા ફેરફાર કરવામાં આવી શકે છે.
10મહિનામાં જ ‘શોકિંગ’ પરિવર્તન?
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થવાની અટકળોએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, શહેર પ્રમુખ ડો. માધવ દવે અને જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને તેમના પદ પરથી બદલવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે ડો. માધવ દવેને હજુ માર્ચ 2025માં જ પ્રમુખની જવાબદારી સોંપાઈ હતી. જો માત્ર 10 મહિનાના ટૂંકા સમયગાળામાં જ તેમને હટાવવામાં આવશે, તો તે શહેર ભાજપના રાજકારણ માટે સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સાબિત થઈ શકે છે.
મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ નવા ચહેરા
રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપ સંગઠનમાં ફેરબદલની પૂરેપૂરી શક્યતા છે. મોરબીમાં જિલ્લા ભાજપ પ્રમુખ જેન્તી રાજકોટીયા પર આર્થિક દેવું વધી ગયું હોવાની ચર્ચાઓ વચ્ચે તેમને પદ પરથી મુક્ત કરવામાં આવી શકે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં હાલના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ ભાજપમાં મહામંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવતા, તેમની ખાલી પડેલી જગ્યા પર તેમના જ જૂથના કોઈ નેતાની વરણી કરવામાં આવે તેવી શક્યતા છે.
BJP સંગઠનમાં ફેરફાર પાછળનું કારણ?
ભાજપ હંમેશા સમય મુજબ સંગઠનમાં નવા લોહીને સ્થાન આપવા માટે જાણીતું છે. આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહના સંચાર માટે પ્રદેશ ભાજપ દ્વારા આ જિલ્લાઓમાં મજબૂત અને નવા નેતૃત્વની પસંદગી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: બિહાર સરકારની મંત્રી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
આ પણ વાંચો: ભાજપમાં નબીન પ્રયોગ પછી સંગઠનમાં થશે તળિયાઝાટક ફેરફાર
આ પણ વાંચો: ભાજપનું નવું એક આશ્ચર્ય, પાંચ વખતના વિધાનસભ્ય અને મંત્રી કોણ છે, નવા કાર્યકારી વડા નીતિન નબીન
