Surat News: સુરતના પાલ-ઉમરા બ્રિજ પર રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં હોન્ડા કારના ડ્રાઇવર ડો. વિરલકાંત નલિનકાંત ચૌધરીએ (Doctor) પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો અને પુલ પરના અન્ય વાહનો સાથે અથડાયા હતા આ અકસ્માતમાં હિંમતભાઈ બોરીચા, ભાવિકાબેન ચુડાસમા, પારૂલબેન રાઠોડ, મનીષાબેન રાઠોડ અને પ્રકાશ સિંહ સહિત પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મૈત્રી, સિવિલ અને સાયોના સહિત વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે, તેમાંથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.
ડોકટરે (Doctor) કરેલાં અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ
ડૉ. વિરલકાંત (Doctor) લાઈફ લાઈન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પાંચ માર્ચ, 2026ના રોજ સાંજે, ડૉ. વિરલકાંત ચૌધરી સુદીપ હોસ્પિટલમાં લાંબી સર્જરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. પાલ-ઉમરા બ્રિજ પરથી ઉતરતી વખતે, તેમણે અચાનક કાર તેમની કાર પરનો કાબુ ગુમાવતા ગુમાવ્યો હતો. તેના પછી ગભરાટમાં બ્રેકના બદલે એક્સિલરેટર દબાવતા આગળના વાહનોમાં અથડાઈ ગયા. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસ પણ આવી ગઈ.
એક્સિલરેટર દબાવવાને બદલે અચાનક પલટી ખાઈ ગઈ
પોલીસે અકસ્માત સર્જનાર ડૉક્ટરની અટકાયત કરી છે અને તેમને તબીબી તપાસ માટે મોકલ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ડૉક્ટર નશામાં ન હતા અને અકસ્માત ખૂબ જ થાકને કારણે થયો હતો, જેના કારણે તેમની કારને અકસ્માત થયો હતો. હાલમાં, પાલ પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે અને અકસ્માતમાં સંડોવાયેલા હોન્ડા કાર અને અન્ય વાહનોને જપ્ત કર્યા છે. ડૉ. વિરલકાંતની અટકાયત કર્યા પછી, પોલીસે તેમના હોસ્પિટલ ડ્યુટી સમયગાળા અને અકસ્માતના ચોક્કસ સમય અંગે ક્રોસ-વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ CCTV અને FSL ની મદદથી વધુ તપાસ કરશે.
પોલીસ પુલ પરના સીસીટીવી ફૂટેજ ચકાસશે
તપાસના આગળના તબક્કામાં, પાલ પોલીસ અકસ્માતની હદ અને પ્રકૃતિ નક્કી કરવા માટે પુલ પરથી CCTV ફૂટેજ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પાંચેય ઘાયલ લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પોલીસે ડૉ. વિરલકાંતના ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના દસ્તાવેજોની ચકાસણી કરી છે. હાલમાં, પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના આરોપ હેઠળ વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતના ઉધનામાં ડમ્પર ચાલકે દંપતીને કચડી નાખ્યું
આ પણ વાંચો: સુરત ફરીથી બેકાબૂ બસ લોકો માટે બની કાળ, બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળતા એકનું મોત
આ પણ વાંચો: સુરતમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ ત્રણનો જીવ લીધો, આખો પરિવાર સાફ
