Ahmedabad News/ દહેગામ લવજિહાદ કેસઃ માતાનો દીકરીને બચાવવા પોકાર

દહેગામમાં લવજિહાદનો કેસ નોંધાયો છે. આ કેસમાં પીડિતાની માતાએ મીડિયા સમક્ષ વિનંતી કરવી પડી છે. તેણે દાવો કર્યો છે કે તેમની પુત્રીને ગર્ભવતી બનાવ્યા પછી લવજિહાદનો આરોપી તેને લગ્ન કરવા દબાણ કરી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Lovejihadનો કેસ, તંત્રની કરશે આકરી કસોટી

Ahmedabad News: દહેગામ લવજિહાદ કેસમાં માતાએ દીકરીને બચાવવા ગુહાર લગાવી છે. સરકાર અને મીડિયા સમક્ષ દીકરીને પરત લાવવા મદદ માટે આહવાન કર્યુ છે. તેમણે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે દીકરીને ફોસલાવી લોભાવીને (Lovejihad) ગર્ભવતી બનાવી હતી. હવે તેને ગર્ભવતી બનાવીને યુવક સતત લગ્ન માટે દબાણ કરી રહ્યો છે. બહેદ ફિલ્મ જેવો કિસ્સો બનતા નિરાધાર માતાએ સરકારને આજીજી કરી છે. ગુજરાતમાં જાણે કેરાલા સ્ટોરી-3 બની રહી છે.

લવજિહાદ (Lovejihad)ના આરોપીઓ કાયદાનો ઘોળીને પી ગયા

ગુજરાતમાં લવજિહાદ (Lovejihad)અંગેના કાયદા છતાં અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વારંવાર ચેતવણી ઉચ્ચારી હોવા છતાં પણ હાલમાં બનેલો કિસ્સો જાણે તંત્ર માટે મોટી લપડાક સમાન છે. આ બતાવે છે કે ગુનેગારોને કાયદાની કોઈ પડી નથી. કાયદો ફક્ત કાગળોમાં રહી જાય છે, પણ ગુનેગારો ગુનો કરતાં જ જાય છે. જો ગુનેગારોને આકરામાં આકરી રીતે નશ્યત થતી હોત તો આ પ્રાકરની ઘટનાનું પુનરાવર્તન જ થતું ન હોત.

માતાની પુત્રીને બચાવવા મીડિયા સમક્ષ રાવ

આજે એક માતા પોતાની પુત્રી માટે દર-દર ભટકી રહી છે. બધે આજીજી કરી રહી છે. જો ગુનેગારોના કાયદાનો અને તંત્રનો ડર હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ફરીથી આવી ન હોત. આ બનાવ બતાવે છે કે લવજિહાદ હજી પણ જારી છે. કાયદાનો ગુનેગારોને ડર નથી. ઉલ્લેખનીય છે કે હજી આજે જ  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) વડોદરાની મુલાકાત દરમિયાન રાજ્યની દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દા પર કડક અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “નામ બદલીને દીકરીઓને ફસાવનારાઓને ભાજપ સરકાર છોડશે નહીં”.

સરકાર આરોપીઓ સામે આકરા પગલાં ક્યારે લેશે

હવે સરકાર આ કિસ્સામા પોતે બોલેલા બોલ કેટલા પાળી શકે છે તે જોવાનું રહે છે. જો તંત્ર ફક્ત બોલતું જ રહેશે અને આકરી કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં આ પ્રકારના કિસ્સામાં વધારો જોવા મળી શકે છે. તેથી તંત્રએ પોતે જ પોતાના બોલેલા શબ્દોનું વજન પડે તે માટે આકરી કાર્યવાહી કરવી જરૂરી છે. આ રીતે એક માતાએ મીડિયા સમક્ષ આવીને બળાપો ઠાલવવો પડે તે બતાવે છે કે તેની સ્થિતિ કેટલી ખરાબ છે.


આ પણ વાંચો: અમદાવાદમાં લવજિહાદની ફરિયાદ, યુવકે ખોટી ઓળખ આપી યુવતી સાથે કર્યું કુકર્મ

આ પણ વાંચો:  અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં લવજેહાદની ત્રણ ઘટના નોંધાઈ

આ પણ વાંચો: ઈન્દોરમાં લવ જેહાદ! BJP મુસ્લિમ નેતાનો પુત્ર હિન્દુ યુવતી સાથે ઝડપાયો