ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને એક કડક સંદેશ આપતા કહ્યું કે, પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર પર વાત કરવાનો કોઈ અધિકાર નથી. રક્ષા મંત્રીએ પૂછ્યું કે, જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનનો ભાગ ક્યારે હતો? તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાનનાં અસ્તિત્વનો આદર કરે છે. રાજનાથે કહ્યું, ‘હું પાકિસ્તાનને પૂછવા માંગુ છું કે કાશ્મીર ક્યારે પાકિસ્તાનનો હતુ કે તમે તેના વિશે રડતા જ રહો છો? જો પાકિસ્તાન બને છે, તો અમે તમારા અસ્તિત્વનો આદર કરીએ છીએ. પાકિસ્તાનને કાશ્મીર પર વાત કરવાનો કોઈ અધિકાર નથી.

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યા પછી, પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે અને કાશ્મીર મુદ્દાને વિશ્વની નજરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે પરંતુ તેના તમામ કૂટનીતિક પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેમની નિષ્ફળતાથી બળેલા પાકિસ્તાનનાં મંત્રીઓએ પણ પરમાણુ યુદ્ધની ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનનાં રેલ્વે મંત્રી શેખ રશીદ જેમને પાકિસ્તાનમાં એક ડરફોક નેતા તરીકે લોકો જાણે છે તેણે તાજેતરનાં સમયમાં અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ક્યારે થશે તે પણ જણાવ્યુ છે.
Defence Minister Rajnath Singh in LEH: Main Pakistan se poochna chahta hun, Kashmir kab Pakistan ka tha ki usko lekar rote rehte ho? Pakistan ban gaya toh hum aapke wajood ka samman karte hain. Pakistan has no locus standi on this matter. pic.twitter.com/FwDTEOawOn
— ANI (@ANI) August 29, 2019
પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન પણ બેજવાબદાર નિવેદનો આપવામાં પાછળ નથી. ઇમરાનનાં નિવેદનોથી બંને દેશો વચ્ચેનાં તણાવમાં વધારો થયો છે. ઇમરાને કહ્યું છે કે, ‘કાશ્મીર માટે પાકિસ્તાન પોતાના અંતિમ શ્વાસ સુધી લડશે. જો બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર વિશ્વમાં થશે. તેથી કાશ્મીર મુદ્દે દખલ કરવાની વિશ્વનાં દેશોની જવાબદારી છે.’

ઇમરાનનાં લડાયક વલણ તેના મંત્રીઓ પણ અનુસરી રહ્યા છે અને તેઓએ આતંકવાદીઓ અને જેહાદીઓની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. રાશિદે કહ્યું છે કે, પાકિસ્તાને શબે બારાત માટે પોતાના હથિયારો રાખ્યા નથી. પાકિસ્તાનનાં શાસક હાલમાં સમજી નથી શકતા કે તેમણે શુ કરવુ જોઇએ. તેઓ કાશ્મીરમાં જેહાદ ભડકાવી રહ્યા છે અને આતંકવાદીઓને હુમલો કરવા ઉશ્કેરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
