Not Set/ ટ્વિટરને પણ ફળી રહી છે ગુજરાતની ચૂંટણી

#GujaratElection ફળી રહ્યું છે ટ્વિટરનેઃ ચૂંટણીલક્ષી ટ્વિટમાં થયો વધારો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ગુજરાત વિધાનસભાને લઇને થઈ રહેલા ટ્વિટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 સંદર્ભે થઈ રહેલી ટ્વિટમાં છેલ્લા એક મહિનામાં 20 ગણો વધારો થયો હોવાનું ટ્વિટર દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. ટ્વિટરના માધ્યમથી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીના અપડેટ યુઝર્સને મળતા […]

Top Stories

#GujaratElection ફળી રહ્યું છે ટ્વિટરનેઃ ચૂંટણીલક્ષી ટ્વિટમાં થયો વધારો

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ગુજરાત વિધાનસભાને લઇને થઈ રહેલા ટ્વિટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 સંદર્ભે થઈ રહેલી ટ્વિટમાં છેલ્લા એક મહિનામાં 20 ગણો વધારો થયો હોવાનું ટ્વિટર દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું.

ટ્વિટરના માધ્યમથી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીના અપડેટ યુઝર્સને મળતા રહે તે માટે ટ્વિટર દ્વારા ટ્રેઇલ, મતદારો અને રાજકીય નેતાઓને એકબીજા સાથે સાંકળવા સહિતના રીયલ ટાઇમ અપડેટ પણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ચૂંટણીને લગતા ઈમોઝીસ ઉપરાંત હેશટેગ જેવા કે #GujaratElection2017, #GujaratElection, #BattleforGujarat or #ElectionCaravan પણ એક્ટિવેટ કરવામાં આવ્યા છે.

માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશની સાથે સાથે આખા વિશ્વમાં પથરાયેલા ભારતીયો અને અન્ય લોકો પણ ટ્વિટરના માધ્યમથી ચૂંટણીલક્ષી માહિતી મેળવી રહ્યાં છે તેમ ટ્વિટર ઈન્ડિયાના હેડ પબ્લીક, પોલીસી એન્ડ ગવર્મેન્ટ મહિમા પૌલે માધ્યમોને એક નિવેદનમાં જણાવ્યું હતું.