Washington News: યુ.એસ. (US) સરકારે ચીન (China)માં યુ.એસ. સરકારી કર્મચારીઓ (Employees) તેમજ પરિવારના સભ્યો અને સુરક્ષા (Security) મંજૂરી ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચીની નાગરિકો (Chinese civilians) સાથે કોઈપણ પ્રકારના રોમેન્ટિક (Romantic) અથવા જાતીય સંબંધ (Sex) બાંધવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ મામલે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જે જાન્યુઆરીમાં યુએસ એમ્બેસેડર નિકોલસ બર્ન્સ ચીન છોડે તે પહેલાં લાગુ કરવામાં આવી હતી.
કેટલીક યુએસ એજન્સીઓએ આવા સંબંધો અંગે પહેલાથી જ કડક નિયમો લાદ્યા છે. જોકે, અન્ય દેશોમાં યુએસ રાજદ્વારીઓ માટે ‘ડેટ’ કરવું અને સ્થાનિક લોકો સાથે લગ્ન પણ કરવા અસામાન્ય નથી. ગયા વર્ષે મર્યાદિત સ્વરૂપમાં લાગુ કરાયેલી આ નીતિમાં યુએસ કર્મચારીઓને ચીનમાં યુએસ દૂતાવાસ અને પાંચ કોન્સ્યુલેટમાં ગાર્ડ અને અન્ય સહાયક સ્ટાફ તરીકે કામ કરતા ચીની નાગરિકો સાથે “રોમેન્ટિક અને જાતીય સંબંધો” રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવી નીતિ પર સૌપ્રથમ ગયા ઉનાળામાં ચર્ચા થઈ હતી. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પરની પ્રતિનિધિ ગૃહની પસંદગી સમિતિએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.
નવી નીતિમાં મુખ્ય ભૂમિ ચીનમાં યુએસ મિશનનો સમાવેશ થાય છે, જેમાં બેઇજિંગમાં દૂતાવાસ અને ગુઆંગઝુ, શાંઘાઈ, શેન્યાંગ અને વુહાનમાં કોન્સ્યુલેટ તેમજ હોંગકોંગના અર્ધ-સ્વાયત્ત ક્ષેત્રમાં યુએસ કોન્સ્યુલેટનો સમાવેશ થાય છે. આ ચીનની બહાર તૈનાત યુએસ કર્મચારીઓને લાગુ પડતું નથી.
આ પણ વાંચો:ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે કહ્યું, ‘તમે અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા’
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ટેરિફ લાગુ કરશે, ભારત પર શું થશે અસર; શેરબજારમાં ગભરાટ જોવા મળ્યો હતો
આ પણ વાંચો:1 એપ્રિલથી કેનેડામાં લઘુત્તમ વેતન વધારીને $17.30 કરાયું, ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે