Not Set/ વડોદરા : કરજણ-આમોદ રોડ પર ટ્રકની ટક્કર વાગતા ત્રણ યુવાનોના મોત

વડોદરામાં કરજણ-આમોદ રોડ પર આવેલા મિયાગામ પાસે ગઈકાલે વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે સગા ભાઇઓ સહીત ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મળતી વિગતો મુજબ, ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયરો ફરી વળ્યાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇકનો ખુરદો […]

Top Stories Gujarat Vadodara

વડોદરામાં કરજણ-આમોદ રોડ પર આવેલા મિયાગામ પાસે ગઈકાલે વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે સગા ભાઇઓ સહીત ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

મળતી વિગતો મુજબ, ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયરો ફરી વળ્યાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇકનો ખુરદો બોલી હતો. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

mantavyanews.com

ટ્રકની અડફેટે બાઇક પર સવાર 3 યુવાનના કમકમાટી ભર્યા મોતને પગલે આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

બે સગા ભાઇઓના મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. કરજણ  પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.