Interesting/ ગુજરાતમાં ઊંટનું અસ્તિત્વ જોખમમાં, ટ્રક-ટ્રેક્ટરનો ઉપયોગ વધતા ઊંટની ડિમાન્ડ ઘટી

એક સમયે એકથી બીજા સ્થળે માલવહન કરવા માટે ઉંટ શ્રેષ્ઠ પશુ ગણાતુ હતુ. જો કે, હવે સમય બદલાયો છે. ટ્રક અને ટ્રેક્ટરે માલવાહક ઉંટનું સ્થાન મેળવી લીધું છે.

Gujarat Others

એક સમયે એકથી બીજા સ્થળે માલવહન કરવા માટે ઊંટ શ્રેષ્ઠ પશુ ગણાતુ હતુ. જો કે, હવે સમય બદલાયો છે. ટ્રક અને ટ્રેક્ટરે માલવાહક ઊંટનું સ્થાન મેળવી લીધું છે. ઝડપથી માલવહન કરવા માટે ઊંટ હવે આઉટડેટેડ મનાય છે. આ સંજોગોમાં ઊંટની માગમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. આમ છતાં પણ માલધારીઓ પાસે હજુ ઊંટ રહ્યાં છે.

જનતાને લાભ / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

ગુજરાતમાં ઉંટના અસ્તિત્વ સામે જોખમ સર્જાયુ છે. રાજ્યમાં ઊંટની વસ્તી ઘટતી જઇ રહી છે. વર્ષ 2007 થી 2012 સુધીમાં ઊંટની સંખ્યા ઘટીને 30,415 થઇ હતી. છેલ્લે વર્ષ 2019માં રાજ્યમાં ઊંટની વસ્તી ગણતરી કરવામાં આવી. ત્યારે ઊંટોની સંખ્યા 27,620 હોવાનું બહાર આવ્યુ. આમ, છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં ઊંટની સંખ્યામાં 10,834નો ઘટાડો નોંધાયો. રાજ્ય પશુપાલન વિભાગ પણ ઊંટોની ઘટતી જતી સંખ્યાને લઇને ચિંતિત બન્યુ છે. થોડાક સમય પહેલા જ કચ્છના ખારાઇ ઊંટને માન્યતા મળી છે. આ ખારાઇ ઊંટની વિશેષતા એ રહી છે કે, આ ઊંટ દરિયાના પાણીમાં તરી શકે છે.

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / અક્ષયની ફિલ્મ ‘રામસેતુ’ નાં સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ

ઘટતી જતી ઊંટોની સંખ્યામાં વધારો કરવા પશુપાલન વિભાગે પ્રયાસો હાથ ધર્યાં છે. કચ્છમાં ઢોરી ખાતે ઊંટ ઉંછેર કેન્દ્ર કાર્યરત છે. જયાં વૈજ્ઞાાનિક ઢબે ઊંટનો ઉછેર કરવામાં આવે છે. ઉંચી ઓલાદના નર ઊંટ પેદા કરીને સીમા સુરક્ષા દળ, પોલીસ દળ ઉપરાંત પશુપાલકોને જાહેર હરાજીથી ઊંટ પુરા પાડવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ