Not Set/ પતિએ કરી પહેલાં માઁ, પછી હર્ષિતાની હત્યા : હર્ષિતા ની બહેન નો આરોપ

હરિયાણાની ફોક સિંગર અને ડાન્સર 22 વર્ષની હર્ષિતા દાહિયાની મંગળવારે તેની જ ગાડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બુધવારે તેની બહેન લતાએ પોતાના પતિ પર હર્ષિતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. લતાના જણાવાયા અનુસાર તેની માતાની હત્યા પાછળ પતિ નો હાથ છે. આ કેસમાં જ હર્ષિતા સાક્ષી હતી. હાલ પોલીસ પૂછપરછ અને નિવેદન માટે લતાને […]

Uncategorized

હરિયાણાની ફોક સિંગર અને ડાન્સર 22 વર્ષની હર્ષિતા દાહિયાની મંગળવારે તેની જ ગાડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બુધવારે તેની બહેન લતાએ પોતાના પતિ પર હર્ષિતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. લતાના જણાવાયા અનુસાર તેની માતાની હત્યા પાછળ પતિ નો હાથ છે. આ કેસમાં જ હર્ષિતા સાક્ષી હતી. હાલ પોલીસ પૂછપરછ અને નિવેદન માટે લતાને પોતાની સાથે લઈ ગઈ છે. હર્ષિતા અને લતાના માતા-પિતાની મોત થઈ ગઈ છે. હુમલાખોરોએ 4 ગોળી મારીને મંગળવારે હર્ષિતાની હત્યા કરી હતી. ઘટના સમયે હર્ષિતાની સાથે તેના કેટલાંક મિત્રો પણ હતા, જેને હુમલાખોરોએ ગાડીમાંથી બહાર ઉતારી દીધા હતા.

છેલ્લા 1.5 વર્ષ ની અંદરમાં હર્ષિતા તેની ગાયિકી અને નૃત્યુ ને લઈને લોકોમાં જાણીતી થઇ હતી. તેને વારંવાર હત્યાની ધમકી મળતી રહેતી હતી. અનેકવખત તેને સોશ્યિલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર પણ આ ધમકીઓ વિષે વાત કરેલી છે. પરંતુ હર્ષિતા ધમકીઓ થી ડરવા વાળી ના હતી અને તેને ફેસબુક પર નીડર રીતે ધમકીઓ વિષે ઉલ્લેખ કર્યો હતો અને વળતો જવાબ આપ્યો હતો.