Not Set/ રાજકોટ/ લોકડાઉંન અને કોરોનાકાળમાં બદલાઈ ગઈ સલૂન અને બ્યુટીપાર્લરની દુનિયા

દેશ અને દુનિયામાં કોરોનાને પગલે જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. કોરોનાને પગલે રોજગાર અને વેપાર પણ બદલાઈ ગયો છે. ત્યારે હેરકટિંગ સલૂન અને બ્યુટીપાર્લરની ટ્રીટમેન્ટ પણ બદલાઈ ચુકી છે,  બ્યુટી પાર્લર અને હેરકટિંગ સલુનમાં કેટલો બદલાવ આવ્યો છે.   કોરોનાને પગલે સમગ્ર દેશમાં વેપાર ઉદ્યોગ ની પદ્ધતિઓ બદલાઈ છે, તો જીવન જરૂરી હેરકટિંગ સલૂનની દુકાનોએ પણ બદલાવ અપનાવ્યો છે, બે […]

Gujarat Rajkot

દેશ અને દુનિયામાં કોરોનાને પગલે જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. કોરોનાને પગલે રોજગાર અને વેપાર પણ બદલાઈ ગયો છે. ત્યારે હેરકટિંગ સલૂન અને બ્યુટીપાર્લરની ટ્રીટમેન્ટ પણ બદલાઈ ચુકી છે,  બ્યુટી પાર્લર અને હેરકટિંગ સલુનમાં કેટલો બદલાવ આવ્યો છે.  

કોરોનાને પગલે સમગ્ર દેશમાં વેપાર ઉદ્યોગ ની પદ્ધતિઓ બદલાઈ છે, તો જીવન જરૂરી હેરકટિંગ સલૂનની દુકાનોએ પણ બદલાવ અપનાવ્યો છે, બે મહિના બાદ શરૂ થયેલી હેરકટિંગની દુકાનોમાં હવે કોરોના સામે સઘન સાવચેતી રાખવામાં આવી રહી છે, સલૂનમાં પ્રવેશ પહેલા દરેક ગ્રાહકે સેનિટાઇઝર મશીનમાંથી પસાર થવું પડે છે. તો સલૂન સંચાલક હેરકટિંગ પણ પીપીપી કીટ પહેરીને કરે છે. સાથે જ ગ્રાહકને પણ ખાસ પ્રકારનું એપ્રન પહેરાવે છે તો વાળ માં ડિસિન્સપેક્શન કરેલું પાણી વાપરવામાં આવે છે.

કોરોનાને લઈને જેટલી સાવચેતી હેરકટિંગ સલૂનના સંચાલકો રાખી રહયા છે તેટલી જ સાવચેતી બ્યુટી પાર્લર સંચાલકોએ પણ રાખવી પડી રહી છે. કોરોના સમયગાળામાં લગ્નની સીઝન તો પુરી થઇ ચુકી છે પરંતુ લાંબા સમયથી બાદ શરૂ થયેલા બ્યુટીપાર્લરમાં સાવધાની સાથે ટ્રીટમેન્ટ શરુ થઇ છે. પીપીપી કીટ સાથે સંચાલિકા સૌથી પહેલા તો દરેક સાધન સામગ્રીને ડિસિન્સફેક્ટ કરે છે.  તો પાર્લરમાં તૈયાર થવા આવનાર ગ્રાહક ને પીપીપી કીટ પહેરાવીને તૈયાર કરે છે.

કોરોના એ નવી જીવન પદ્ધતિ સાથે જીવતા રહેવાના પાઠ ભણાવ્યા છે જેને લઈને હવે બે મહિના બાદ બદલાયેલી દુનિયા સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે ત્યારે બ્યુટી ટ્રીટમેન્ટ થી લઈને હેરકટિંગ સલુનમાં વાળ કટિંગ કરાવવા કે દાઢી કરાવવા સાથે બ્યુટી ટ્રીટમેન્ટ માટે હવે વધુ સાવધાની સાથે જીવતા શીખી રહ્યા છે.

મયુર સોની મંતવ્ય ન્યૂઝ રાજકોટ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.