Not Set/ PM મોદીએ કાર્યક્રમની વચ્ચે એક વ્યક્તિના વખાણ કરતા કહ્યું, “તેઓ એક મિસાલ છે”. જાણો કોણ છે આ વ્યક્તિ

પટના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર સવારે બિહારની મુલાકાતે પટના પહોચ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી પર આયોજિત કરવામાં આવેલા “સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ” પર આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ એક વ્યક્તિના ખુબ વખાણ કર્યા હતા. પરંતુ આ જોઇને ત્યાં ઉપસ્થિત તમામ મહેમાનો હેરાન પરેશાન થઇ ગયા હતા કે પીએમ મોદી દ્વારા જે […]

Top Stories

પટના,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર સવારે બિહારની મુલાકાતે પટના પહોચ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી પર આયોજિત કરવામાં આવેલા “સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ” પર આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ એક વ્યક્તિના ખુબ વખાણ કર્યા હતા. પરંતુ આ જોઇને ત્યાં ઉપસ્થિત તમામ મહેમાનો હેરાન પરેશાન થઇ ગયા હતા કે પીએમ મોદી દ્વારા જે વ્યક્તિ વિષે વખાણ કરવામાં આવ્યા તે છે કોણ ?

હકીકતમાં “સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ”ના કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ મીડિયાને કેમેરામાં એક વ્યક્તિને ફોકસ કરવા માટે કહ્યું કે આ વ્યક્તિ એક મિસાલ છે. પરંતુ આ વ્યક્તિ હતા પૂર્વ IAS અધિકારી પરમેશ્વરન અય્યર.

 પરમેશ્વરન અય્યરજીએ મિસાલ કાયમ કરી છે.

પીએમ મોદીએ આ પૂર્વ IAS અધિકારીના વખાણ કરતા કહ્યું કે, “અય્યર IASની નોકરી છોડ્યા બાદ અમેરિકા ચાલ્યા ગયા હતા પરંતુ દેશની જરૂરિયાત માટે પાછા અવ્યા અને સ્વચ્છતાના ક્ષેત્રમાં મિસાલ કાયમ કરી”.

સરકારી અધિકારીઓ પડદા પાછળથી કામ કરતા હોય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “સરકારી અધિકારીઓ પડદા પાછળથી કામ કરતા હોય છે, એટલા માટે તેઓને કોઈ જાણતું નથી. ભારત સરકારમાં અમારા સચિવ અય્યર સ્વચ્છતાના કામને જોઈ રહ્યા છે. સરકાર બન્યા બાદ અમે તેઓને આહ્વાન કર્યું હતુ કે, તેઓ અમેરિકાથી પાછા પરત આવી જાય અને તેઓએ અમારા આહ્વાન પર અમેરિકાની શાનદાર જિંદગીને છોડી પાછા ભારત ફર્યા છે”.

પૂર્વ IAS ઓફિસર પોતે શૌચાલયની સફાઈ કરે છે

પીએમ મોદીએ જણાવ્યું, “અય્યર પોતે શૌચાલયની સાફ-સફાઈ કરે છે. આજે પરમેશ્વરન જી જેવા મારા સાથી હોય અને દેશના ખૂણે-ખૂણેથી આવેલા હજારો સ્વચ્છતાગ્રહી અય્યરજી જેવા હોય તો મારો વિશ્વાસ દૃઢ થઇ જાય છે કે બાપુની ૧૫૦મી જયંતી મનાવીશું તો તેમના સપનાને પૂરા કરીને રહીશું”.

પીએમ મોદીના નજીકના IAS અધિકારી મનાય છે

તમને જણાવી દઈએ કે, પરમેશ્વરન અય્યર.૧૯૮૧ની ઉત્તરપ્રદેશના કેડર બેચના IAS અધિકારી પીએમ મોદીના સૌથી નજીકના અધિકારીઓમાંના એક છે. તેઓને સેનિટેશન અને પેયજળ સ્પેશ્યાલિસ્ટ તરીકે પણ ગણવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ સ્વચ્છ ભારત મશિનને પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક માનવામાં આવે છે. મોદી સરકારની રચના બાદ આ મિશનની જવાબદારી ૧૯૮૦ બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી વિજય લક્ષ્મી જોશીને મળી હતી. પરંતુ તેઓએ નવેમ્બર, ૨૦૧૫માં અચાનક સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હતું.

જો કે ત્યારબાદ પીએમ મોદીના આ મહત્વકાંક્ષી સ્વચ્છતા મિશનને આગળ વધારવા માટે યોગ્ય ઓફિસરની જરૂરિયાત હતી. જોશીના રાજીનામા બાદ આ મિશનની જવાબદારી ગ્રામીણ વિકાસ સચિવ જુગલ કિશોર મોહપાત્રને સોંપાઇ હતી. પરંતુ તેઓ થોડાંક દિવસ જ રહ્યા અને આખરે આ પરમેશ્વરન ઐય્યરની પસંદગી કરાઇ છે.