સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનાં નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો. કેટલીક અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ પર આગળ વધવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે હાલમાં કોઈપણ બાંધકામ, વૃક્ષોને હટાવવા કે કાપવા પર પ્રતિબંધ મુકવા જણાવ્યું છે.
આપને જણાવ દઇએ કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્તામાં જે રીતે નિર્માણ કાર્ય આગળ ધપાવ્યું છે તેના પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઈ બાંધકામ, ડિમોલિશન અથવા વૃક્ષો કાપવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓની સુનાવણી કરી હતી. સરકારે સેન્ટ્રલ વિસ્તાનાં નિર્માણ કાર્યને જે રીતે આગળ ધપાવ્યું હતું તેના પર નારાજગી વ્યક્ત કરતા રોક લગાવી છે. જણાવી દઇએ કે, અહીં 10 ડિસેમ્બરે નિર્માણ કાર્ય શરૂ થવાનું હતું. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યાં સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરતી પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય ન આવે ત્યાં સુધી તે બાંધકામનાં કામો અથવા મકાનો અથવા વૃક્ષો કાપવાની મંજૂરી આપશે નહીં. કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જરૂરી કાગળ કાર્યવાહી કરી શકે છે અને સૂચિત પાયો નાખવાના સમારોહનું આયોજન કરી શકે છે.
Supreme Court observes that no construction, demolition or felling of trees shall take place at the Central Vista Project. https://t.co/INoZRNP4Hf
— ANI (@ANI) December 7, 2020
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
