Dharma & Bhakti/ નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના, જાણો પૂજા વિધિ અને મંત્ર…

મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયના ત્યાં જન્મ લેવાને કારણે, તેણીને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેની આરાધના કરવાથી આપણને મનોવાંચ્છિત ફળ…

Trending NAVRATRI 2025 Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: નવરાત્રિમાં નવદુર્ગાના નવ સ્વરુપોમાંથી પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.

આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. પરંતુ આ વખતે વર્ષ 2025 માં દસ દિવસ સુધી નવરાત્રિ ઉજવાશે. માતા દુર્ગા, માતા અંબા, માતા જગદંબા (Durga, Amba, Jagdamba) વગેરે માતાજીના અનેક નામો છે પરંતુ, આખરે તો સ્વરુપ એક જ છે! ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, ઉપવાસ પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે. નવરાત્રિના પ્રથમ દિવસે (First Day of Navratri) એટલે કે 22 મી સપ્ટેમ્બરે માતા શૈલપુત્રીની પૂજા (Worship) કરવામાં આવશે.

પ્રથમ તિથિએ શૈલપુત્રી

મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી (Shailputri) છે. પર્વતરાજ હિમાલયના ત્યાં જન્મ લેવાને કારણે, તેણીને શૈલપુત્રી કહેવામાં આવે છે. આસો સુદ એકમની તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં સદા ધન-ધાન્યનો વાસ રહે છે. તેની આરાધના કરવાથી આપણને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. માતાની પૂજા (Puja) કરવા અંગે અમુક શાસ્ત્રોક્ત વિધાન અને ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. તો આવો જાણીએ એની પૂજા વિધિ અને ધ્યાન મંત્ર (Mantra) વિશે…

પૂજા વિધિ

સૌ પ્રથમ, એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરીને શૈલપુત્રી માતાની છબીને સ્થાપિત કરવી. એ ન હોય તો, માતા અંબાની છબી પણ સ્થાપિત કરી શકો છો. એ વસ્ત્ર પર કેસર વડે ‘શં’ લખવું અને તમને જે પણ ઇચ્છા હોય એનું ધ્યાન કરવું. ત્યાર બાદ, હાથમાં લાલ ફૂલ રાખીને દેવી શૈલપુત્રીનું ભાવથી સ્મરણ કરવું.

પૂજાવિધિ મંત્ર

“ॐ એં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચે ॐ શૈલપુત્રી દેવ્યૈ નમ:”

આ મંત્ર બોલીને હાથમાં રાખેલું પુષ્પ માતાની છબી પાસે રાખી દેવું. ત્યારબાદ યથાશક્તિ પ્રસાદ અર્પણ કરવો અને ગાયનું ઘી અવશ્ય ચઢાવવું જેનાથી ભક્તોની પીડા અને બીમારીઓ દૂર થાય છે એવી માન્યતા છે. ત્યાર બાદ, માતા શૈલપુત્રીના મંત્રનો જાપ કરવો. આ મંત્રજાપ શક્ય હોય તો 108 વાર અવશ્ય કરવો જોઇએ. આ મંત્ર છે-

“ॐ શં શૈલપુત્રી દેવ્યૈ નમ:”

મંત્ર જાપ પૂર્ણ થતા જ માતા દુર્ગાના આ સ્વરુપની ચરણવંદના કરી પોતાની મનોકામના અભિવ્યક્ત કરવી અને આરતી તથા કીર્તન કરવું.
તે પછી માતાના ધ્યાન મંત્રનો જાપ કરવો. માતા શૈલપુત્રીને પ્રસન્ન કરવા માટે આ ધ્યાન મંત્રનો જાપ કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે, એના પ્રભાવથી માતા જલદી પ્રસન્ન થાય છે અને ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

ધ્યાન મંત્ર

“વન્દે વાંચ્છિત લાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્
વૃષારુઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્”

આ શ્લોકને અર્થ છે- દેવી વૃષભ પર વિરાજમાન છે. શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભા વધારે છે. નવદુર્ગાઓમાં આ પ્રથમ દુર્ગા છે. નવરાત્રિના પ્રથમ દિવસે મનોકામનાપૂર્તિ હેતુ શૈલપુત્રીનું પૂજન કરવું જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો: