Vadodara News: વડોદરા જીલ્લામાં ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જમાઈએ પત્ની, સાસુ પર ચાકુ વડે હુમલો કરતા સાસુનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સરાર ગામમાં રહેતા મનિષા વસાવાના લગ્ન અંકલેશ્વરના એખ ગામે જિગ્નેશ મહેશ પટેલ સાથે તાજેતરમાં થયા હતા. દરમિયાન છેલ્લા કેટલાક વડોદરામાં જમાઈએ સાસરીમાં આવીને પત્ની તથા સાસુ પર ચાકુના ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેમાં સાસુનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં એસએસજીમાં ખસેડાઇ હતી. બાદમાં જમાઇએ જાતે પણ પોતાના શરીર પર ચાકુના ઘા ઝિંકતા તેનું પણ મોત થયુ હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન 20 જુલાઈના રોજ જિગ્નેશ પટેલ સરાર ગામે સાસરે આવી પત્ની તથા સાસુ સાથે અગમ્ય કારણોસર બોલાચાલી થઇ હતી. દરમિયાન જિગ્નેશ પટેલે તેની પત્ની તથા સાસુના ઉપરા છાપરી ઘા મારવા લાગ્યો હતો. જેમાં સાસુ સુધાબેનને ઘા વાગતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની મનિષા વસાવાગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પાડોશીઓને ઘટના અંગે જાણ થઈ ત્યારે ઘાયલ મનિષાને એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. વરણામા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણની લાલચે વેપારીએ પડાવ્યા 1.75 કરોડ રૂપિયા
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
