બારડોલીનાં ગાંધીરોડ પર પોતાના બે પુત્રો સાથે રહેતી વિધવા મહિલા દ્રારા પોતાના મૃત્યુ પામેલા પતિના વેપારી મિત્ર વિરૂદ્ધ બારડોલી પોલીસ મથકે ફરીયાદ આપવામા આવી છે. 2017નાં વર્ષથી અત્યાર સુધીનાં સમયગાળા દરમિયાન વિધવાની એકલતાનો લાભ લઇ તેને શારિરીક સબંધ બાંધવાનું જણાવી છેડછાડ કરવામાં આવી હતી. જે મામલે બારડોલી પોલીસ મથકે ફરીયાદ આપવામાં આવતાં આખરે પોલીસ દ્રારા છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરીયાદ અરજી 10 દીવસ પહેલા પોલીસ મથકે આપવામાં આવી હતી. પરંતુ રાજકીય દબાણવસ પોલીસે હવે છેક ગુનો નોંધવો હતો. બીજી તરફ આ મામલે સમાધાનમાં વચેટીયાની ભૂમિકા ભજવતા યુવાન દ્રારા છેડતી કરનાર આધેડ પાસે પોલીસનાં નામે રૂ.5 લાખ લેવામાં આવ્યાં હતાં. પરંતુ મામલો મોટો થતા આખર વચેટીયા દ્રારા પૈસા ફરી આપવાની નોબત આવી હતી.
ઘટના મામલે બારડોલી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહીતી મુજબ નગરના ગાંધીરોડ પર રહેતાં મહિલા કે જેઓ વિધવા છે. તેઓના પતિનું 17 માર્ચ 2017ના રોજ અવસાન થયુ હતુ. તેમનાં પતિને બારડોલીમાં શ્રીદત્ત સીટ કવર નામની દુકાન ચલાવી વેપાર કરતા વેપારી કીર્તિભાઇ હરકિશનદાસ ખત્રી સાથે હતી. બન્ને લોકોના પારિવારિક સંબંધો હતાં. પતિ ગુજરી ગયા બાદ 2017 નવેમ્બર મહિનામાં રાત્રિના સમયે કીર્તિ ખત્રી વિધવાનાં ઘરે ગયો હતો. અને આધેડની દાનત સારી નહીં જણાતા મહેલાએ તેઓને ઘરે પરત જવા માટે જણાવ્યું હતુ પરંતું કીર્તિભાઈએ મહિલાનો હાથ જોરથી પકડી તેને ખેંચી પોતાના બાથમાં જકડી લીધી હતી તથા શરીર સહિત છાતી તેમજ ગુપ્ત ભાગો પર સ્પર્શ કર્યા હતાં. આ વાતનો વિરોધ કરી બુમ પાડતા આખર કીર્તિભાઇ જતા રહ્યાં હતાં. ઘટનાના થોડા દિવસો બાદ ફરી કીર્તિભાઇએ વિધવા મહિલાની એકલતાનો લાભ લઇ તેની સાથે છેડતી કરી હતી. આધેડે વિધવા મહિલાના કપડા કાઢી તેની આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.આમ અવાર નવાર કીર્તિભાઇ વિધવા મહિલાના ઘરે આવી છેડતી કરતા આખર મહિલાએ કંટાળી પોલીસનો સહારો લીધો હતો. સમગ્ર મામલે બારડોલી પોલીસ દ્રારા રાજકીય દબાણ હોવાના કારને 10 દીવસ સુધી માત્ર ફરીયાદ અરજી આધારે જ તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ મામલે સમાધાનમાં પડેલા એક વચેટીયા યુવાન દ્રારા આધેડ પાસે પોલીસના નામે દમ મારી 20 લાખની માંગણી કરવામાં આવી હતી. આખર મામલો 5 લાખ રૂપિયામાં સમાધાન થતા 3 લાખ આધેડ દ્રારા આપવામા આવ્યાં હતાં, અને 2 લાખ વચેટીયા દ્રારા પોતે ચૂકવી અઠવાડિયાના વાયદે પાંચ લાખનો ટોડ પોલીસના નામે કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મામલો નગરમાં ચર્ચાસપ્દ બનતા ફરી આધેડને 3 લાખ આપી દેવામાં આવ્યાં હતાં. આ સમગ્ર મામલે પોલીસ દ્રારા આવા પોલીસના નામે ટોડ કરનાર લોકોની પણ તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા કરવામાં આવે તેં જરૂરી થઈ ગયું છે.
આ પણ વાંચો : રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ અવ્વલ : દેશમાં 19માં સ્થાને
