Not Set/ મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી,વડોદરાની બેઠક પર અન્ય દિગ્ગજોની નજર

વડોદરા, 2019ની શરૂઆત સાથે જ લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે. ચૂંટણી લડવા આતુર ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પક્ષમાં રજૂઆતો શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ગત વખતે પ્રધાનમંત્રીએ મોદીએ વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. બાદ વારાણસી બેઠકને ચાલુ રાખી વડોદરા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. તત્કાલિન ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને […]

Gujarat Vadodara Videos

વડોદરા,

2019ની શરૂઆત સાથે જ લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે. ચૂંટણી લડવા આતુર ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પક્ષમાં રજૂઆતો શરૂ કરી દીધી છે.

લોકસભાની ચૂંટણીમાં ગત વખતે પ્રધાનમંત્રીએ મોદીએ વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. બાદ વારાણસી બેઠકને ચાલુ રાખી વડોદરા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. તત્કાલિન ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને આ બેઠક મળી હતી.

જો કે હવે વડોદરાની સેફ બેઠક પર અન્ય કેટલાક ભાજપના દિગ્ગજોની નજર છે. એવામાં વડોદરાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય મોરચે ખડભળાટ મચી ગયો છે.

છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અને બેસ્ટ બેકરી કાંડમાં ચર્ચાસ્પદ બનેલા મધુ શ્રીવાસ્તવની નજર હવે લોકસભા બેઠક પર છે. આજે તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેઓ પક્ષમાં લોકસભાની ઉમેદવારીની માંગણી કરવાના છે જો પક્ષ તેઓને ઉમેદવારી કરવાનું કહેશે તો તે ખૂબ સારી લીડથી લોકસભાની ચૂંટણી જીતીને દિલ્હીમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.