Not Set/ મહુવાના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસ માટે 1 લાખનું ઇનામ જાહેર કર્યું

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક મહિલાની રેપ બાદ હત્યા કરનાર ચાર નરાધમોનું એન્કાઉન્ટર કરનાર પોલીસને દેશમાં ચારે તરફથી અભિનંદન મળી રહ્યાં છે.ગુજરાતમાં પણ ઠેર ઠેરથી હૈદરાબાદ પોલીસ માટે લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને ઇનામ જાહેર કરી રહ્યા છે. રેપ અને હત્યા કરનાર ચાર આરોપીઓને ઠાર મારનાર હૈદરાબાદ પોલીસ માટે મહુવાના  ઉદ્યોગપતિએે એક લાખનું ઇનામ જાહેર કર્યું […]

Gujarat Others

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક મહિલાની રેપ બાદ હત્યા કરનાર ચાર નરાધમોનું એન્કાઉન્ટર કરનાર પોલીસને દેશમાં ચારે તરફથી અભિનંદન મળી રહ્યાં છે.ગુજરાતમાં પણ ઠેર ઠેરથી હૈદરાબાદ પોલીસ માટે લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને ઇનામ જાહેર કરી રહ્યા છે.

રેપ અને હત્યા કરનાર ચાર આરોપીઓને ઠાર મારનાર હૈદરાબાદ પોલીસ માટે મહુવાના  ઉદ્યોગપતિએે એક લાખનું ઇનામ જાહેર કર્યું છે.

મહુવાના  રાજ ભા નામના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસના વેલફેર માટે 1 લાખ રૂપિયા જાહેર કર્યા છે.ઈનામની રોકડ  રકમને સમગ્ર ગુજરાતના લોકો તરફથી હૈદરાબાદ પોલીસને મોકલવામાં આવશે.

ફટાકડા ફોડાયા, મીઠાઈઓ વહેંચાઈ

હૈદરાબાદ પોલીસે આરોપીના કરેલા એન્કાઉન્ટરને રાજ્યમાં વધાઇ લેવામાં આવી છે.એન્કાઉન્ટરની જાણ થયા બાદ બોટાદમાં ફટાકડા ફોડી અને આ ઘટનાને વધાવી લેવાઈ હતી.બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા ફટાકડા ફોડી અને હૈદરાબાદ પોલીસને અભિનંદન આપવામાં આવ્યા હતા.આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

બનાસકાંઠાના ડીસામાં પણ સામાજિક સંગઠનોએ  ઉજવણી કરી હતી.ડિસામાં લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાઈ ,મો મીઠું કરાવી ઉજવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.