Not Set/ સુરતમાં અધધધ પોઝિટિવ કેસની સાથે 3 લોકોનાં મોત, કુલ મૃત્યું આંક પહોંચ્યો 85 પર…..

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત ઉતરતો જોવામાં આવી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 480 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગઈકાલે 30 લોકોનાં મોત નિપજ્યા છે અને 319 લોકો ડિસ્ચાર્જ થયા છે. સામે આવેલા 480 કેસમાં સૌથી વઘુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જી હા, અમદાવાદમાં કોરોનાના 318 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સુરત પણ કહી પાછળ રહી ગયું હોય તેવુ જણાતુ […]

Gujarat Surat

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત ઉતરતો જોવામાં આવી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 480 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગઈકાલે 30 લોકોનાં મોત નિપજ્યા છે અને 319 લોકો ડિસ્ચાર્જ થયા છે. સામે આવેલા 480 કેસમાં સૌથી વઘુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જી હા, અમદાવાદમાં કોરોનાના 318 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સુરત પણ કહી પાછળ રહી ગયું હોય તેવુ જણાતુ નથી અને સુરતમાં પણ 64 નવા પોઝિટિવ કેસનો રાફળો ફાટ્યો હતો. 

જો વાત કરવામાં આવે આજની તો આજે પણ સુરત શહેરમાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. તો સાથે સાથે સુરત જિલ્લાનાં 6 નવા કેસ નોંધવામાં આવ્યા છે. સુરતમાં વધુ એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યું છે. આજનાં દિવસે સુરતમાં કુલ 3 દર્દીઓના મોત થયા છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાથી કુલ મોત 85 લોકોનાં મોત થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews