Paris Olympics 2024/ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થવા પર ભારતની સંસદમાં હંગામો, ‘આ વિનેશનું નહીં પરંતુ દેશનું અપમાન’

ભારતની સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે, જે બાદ વિપક્ષના કેટલાક સાંસદોએ લોકસભામાં હંગામો કર્યો હતો.

Top Stories Breaking News Sports

Paris Olympics 2024: ભારતની સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે, જે બાદ વિપક્ષના કેટલાક સાંસદોએ લોકસભામાં હંગામો કર્યો હતો. વાસ્તવમાં, કુસ્તીબાજ વિનેશ ફોગાટને વધુ વજનના કારણે મહિલા કુસ્તી 50 કિલો વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેનું વજન 100 ગ્રામ વધુ હતું. ફોગાટની ગેરલાયકાત બાદ ભારતીય ઓલિમ્પિક સંઘે ખેદ વ્યક્ત કર્યો છે.

લોકસભામાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના સમાચાર સામે આવતા જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. સાંસદ પપ્પુ યાદવ, હરેન્દ્ર મલિક અને ચંદ્રશેખર આઝાદે હોબાળો મચાવ્યો હતો. આ સાથે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા માટે જાણીજોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. હંગામા બાદ વિનેશ ફોગાટ મુદ્દે ખેલ મંત્રી ડો.મનસુખ માંડવિયા લોકસભામાં જવાબ આપશે.

આ વિનેશનું નહીં પરંતુ દેશનું અપમાન

વિપક્ષનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે કુસ્તીબાજ વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અમને આશા છે કે ઓલિમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂતીથી પડકાર આપી દેશની બેટીને ન્યાય અપાવશે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું હતું કે વિનેશ ફોગટ ફાઇનલમાં ન રમી શકવાના ચર્ચિત ટેકનિકલ કારણોની ઊંડી તપાસ થવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સત્ય શું છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.

Akhilesh Yadav, Akhilesh

AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે આ વિનેશનું નહીં પરંતુ દેશનું અપમાન છે. વિનેશ ફોગાટ આખી દુનિયામાં ઈતિહાસ રચવા જઈ રહી હતી, તેનું 100 ગ્રામ વધારે વજન બતાવીને તેને ગેરલાયક ઠેરવવી એ ઘોર અન્યાય છે. આખો દેશ વિનેશની સાથે ઉભો છે.

ભારત સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને જો મામલો સ્વીકારવામાં નહીં આવે તો તેણે ઓલિમ્પિકનો બહિષ્કાર કરવો જોઈએ. વિનેશ ફોગટની અયોગ્યતા પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે વિનેશ ફોગટ આટલે સુધી પહોંચી. તેણે વિશ્વના નંબર-1 રેસલરને હરાવ્યો હતો. સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ સમાચાર દુઃખદ છે. વિનેશને તેની મહેનતનું ફળ ન મળ્યું.

ભારતીય ઓલિમ્પિક સંઘે શું કહ્યું?
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનું કહેવું છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે તે ખેદજનક છે. ટીમ દ્વારા રાતોરાત શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. ટીમ આ સમયે કોઈ વધુ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

 

શું ખરેખર વિનેશ ફોગટ ષડયંત્રનો શિકાર થઈ

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આજની શરૂઆત બહુ ખરાબ થઈ. આજે સવારે જરૂર કરતાં વધુ વજન હોવાના કારણે વિનેશ ફોગટને અયોગ્ય જાહેર કરવામાં આવી. આજે 50 કિગ્રાની ફાઈનલ મેચમાં વિનેશ ગોલ્ડ જીતશે તેવી તમામ ભારતીયોને આશા હતી. વિનેશ ફોગટ અને તેના પરિવાર ઉપરાંત તમામ ભારતીયોના સપના ચકનાચૂર થયા છે. વિનેશ ફોગટના ઓલિમ્પિકમાંથી બહાર થવા પર અન્ય પાર્ટીઓ ઉપરાંત દેશના ઘણા લોકોને આની પાછળ ષડયંત્રની ગંધ આવી રહી છે. અનેક રાજનેતાઓએ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

જણાવી દઈએ કે વિનેશ ફોગટે એક સમયે WFI ના અધ્યક્ષ રહેલા બ્રિજભૂષણ સામે દુષ્કર્મ અને હેરાના કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ નેતા બ્રિજભૂષણ સામે વિનેશ ફોગટ, બંજરગ પુનિયા અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજોએ ન્યાયની માંગણીને લઈને દિલ્હીના જંતર-મંતર પર આંદોલન છેડ્યું હતું. વિનેશ ફોગટને સાથે આપતા કુસ્તીબાજોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેનાબાદ બ્રિજભૂષણને WFI ના અધ્યક્ષ પદેથી દૂર કરાયા હતા. અને એ પછી WFI ના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવી. જેમાં સંજય સિંહની જીત થઈ. નવા WFI પ્રમુખ, સંજય સિંહ બ્રિજ ભૂષણ શરણ સિંહના નજીકના સાથી તરીકે જાણીતા છે. ચૂંટણી પરિણામની જાહેરાત પછી તરત જ, ટોચના કુસ્તીબાજો સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશે સિંહની જીત પર નિરાશા વ્યક્ત કરી હતી. WFI પ્રમુખપદની ચૂંટણીના પરિણામ પર દુખ વ્યક્ત કરતા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું કે કુસ્તીનું ભવિષ્ય અંધકારમય છે. તેેણે એમ પણ ઉમેર્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંઘના નજીકના ભાગીદારને WFI પ્રમુખ તરીકે ચૂંટાયા પછી કુસ્તીને મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન બનાવવાના તમામ પ્રયાસો નિરર્થક ગયા.

Who Is Sanjay Singh, the New WFI President Backed by Brij Bhushan's Camp?

ફોગાટે એમ પણ કહ્યું કે તેમને ચૂંટણીઓથી ઓછી અપેક્ષાઓ હતી, પરંતુ તેમને ન્યાય મળવાની આશા હતી. “તે દુઃખદાયક છે કે કુસ્તીનું ભાવિ અંધકારમાં છે. અમારું દુઃખ કોને જણાવીએ? અમે હજુ પણ લડી રહ્યા છીએ,” વિનેશ ફોગાટે ગુરુવારે WFI પ્રમુખની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

સાક્ષી મલિકે કુસ્તી છોડવાની આપી હતી ધમકી

WFI પ્રમુખની ચૂંટણીમાં સંજય સિંહની જીત પર કુસ્તીબાજોએ નિરાશા વ્યક્ત કરી હતી. “જો બ્રિજ ભૂષણ સિંઘના બિઝનેસ પાર્ટનર અને નજીકના સાથી WFI ના પ્રમુખ તરીકે ચૂંટાય છે, તો હું કુસ્તી છોડી દઈશ. સાક્ષી મલિકે ગુરુવારે મીડિયાને સંબોધિત કરતી વખતે કહ્યું. વિરોધની એક માંગ પર પ્રકાશ પાડતા, સાક્ષી મલિકે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે “WFI ના પ્રમુખ તરીકે મહિલા ચૂંટાય.જો પ્રમુખ મહિલા હશે, તો ઉત્પીડન થશે નહીં. પરંતુ, પહેલા મહિલાઓની ભાગીદારી નહોતી અને આજે તમે લિસ્ટ જોઈ શકો છો, એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. અમે પૂરી તાકાતથી લડ્યા હતા પરંતુ આ લડાઈ ચાલુ રહેશે. નવી પેઢીના કુસ્તીબાજોએ લડવું પડશે,” મલિકે કહ્યું.

Wrestlers Vinesh Phogat, Bajrang Punia and Sakshi Malik address a press conference after Sanjay Singh, an associate of BJP MP and former chief of Wrestling Federation of India Brij Bhushan Sharan Singh, became the new President of WFI, in New Delhi, on Thursday.

એક ટેલિવિઝન ચેનલને આપેલા અન્ય ઈન્ટરવ્યુમાં કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે તેઓ સરકાર પાસેથી ન્યાય ઈચ્છે છે, પરંતુ એવું થયું નથી. તેમણે એમ પણ કહ્યું કે હવે બ્રિજ ભૂષણના નજીકના ભાગીદાર શરણ ​​સિંહ WFIના પ્રમુખ બન્યા છે, અને બાદમાં “બ્રિજ ભૂષણને પણ તપાસમાંથી ક્લીનચીટ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ

આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ

આ પણ વાંચો:7 મહિનાની પ્રેગ્નેન્ટ એથ્લેટનું અદ્ભુત પ્રદર્શન, ઓલિમ્પિકમાં બતાવ્યું તેની તાકાત; નાદા હાફેઝની વાર્તા તમને ભાવુક કરી દેશે