Ahmedabad News/ ફ્લાઈટમાં ટેકઓફ સમયે જ ખામીને પગલે રનવે પર પરત, અમદાવાદથી દીવ જવાની હતી, ફ્લાઈટ રદ્ થતા મુસાફરો અટવાયા

અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E7966 ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી

Top Stories Ahmedabad Gujarat

ટેકઓફ સમયે જ ફ્લાઈટમાં ખામી સર્જાતા રનવે પરથી પરત

Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને ગણતરીના દિવસો થયા છે અને હજી પ્લેનમાં મુસાફરી કરનારા લોકોના માનસપટ પરથી પ્લેન ક્રેશના દ્રશ્યો ભુલાયા નથી. બીજીતરફ આજે અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રનવે પર જ ટેક્નિકલ ખામી સર્જાતા અંતિમ ઘડીએ ફ્લાઈટનું ટેકઓફ ટાળીને પરત લાવવાની ફરજ પડી હતી. સવારે સવા અગિયાર વાગ્યે દીવ જતી આ ફ્લાઈટને કેન્સલ કરી દેવાતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા. ફ્લાઈટમાં શું ટેક્નિકલ ખામી સર્જાઈ હતી તે હજી સામે આવ્યું નથી.

આજે અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E7966 ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી, જેના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સવારે 11:15 વાગ્યે અમદાવાદથી ટેકઓફ થનારી આ બોઇંગ ફ્લાઇટમાં રનવે પર જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ખામી જણાતા ફ્લાઈટને તાત્કાલિક રનવે પરથી પરત લેવામાં આવી હતી.

જોકે, આજે બુધવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી મેન્ટેનન્સ વિભાગ બંધ હોવાને કારણે ટેકનિકલ ખામીનું નિરાકરણ લાવી શકાયું ન હતું. એરલાઈન્સના નિયમો અનુસાર, જો ફ્લાઈટ ત્રણ કલાકથી વધુ મોડી પડે, તો તેને રદ કરવી પડે છે. આ નિયમ મુજબ, ઈન્ડિગોની આ ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ફ્લાઈટ રદ થતાં દીવ જવાની તૈયારી કરી રહેલા મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. તેમને અચાનક થયેલી આ અસુવિધાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : અત્યારસુધીમાં 260ના મોત, ભુજના અનિલ ખીમાણીનું સેમ્પલ અંતે મેચ, મૃતદેહ પરિવારને સોંપાશે

આ પણ વાંચો:“અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તાજ હોટલ ખાતે સહાય કેન્દ્ર શરૂ, 3 પરિવારોને વળતર ચૂકવાયું”

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : ગુમ થયેલા ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું થયું મોત