National News/ ખાનગી કાર પર સરકારી હોદ્દાની પ્લેટ લગાવતાં હોય તો ચેતજો, નહિતર થશે કાર્યવાહી

દેશમાં સરકારી કાર પર હોદ્દાની નેમ પ્લેટ જોવા મળતી નથી, તેટલી તો ખાનગી વાહનો પર સરકારી હોદ્દાની પ્લેટો જોવા મળતી હોય છે.

India Top Stories

National News : દેશમાં નકલી નેમ પ્લેટ લગાવીને ફરવાની સંખ્યા પણ વધુ હોય શકે છે, ત્યારે હવેથી તંત્ર દ્વારા નેમ પ્લેટ એ જ વાહનોમાં જ લગાવી શકાશે, જે સંબંધિત વિભાગ અથવા અધિકારીના સરકારી વાહનો હશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને 2500 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ નિયમ તમામ પ્રકારના ખાનગી વાહનોને લાગુ પડશે. પછી તે બાઇક હોય, કાર હોય કે કોઈપણ વાહન હોય તે બધા વાહનોને લાગુ પડશે.

ભારત સરકાર અથવા કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારી અથવા અધિકારી હોવ અને તમારી ખાનગી કાર પર તેની નેમ પ્લેટ લગાવીને ડ્રાઇવિંગ કરી રહ્યા છો, તો ચેતી જજો. પટનામાં જો પ્રાઇવેટ વાહન પર સરકારી નેમ પ્લેટ લગાવીને ફરતા હોવ તો દંડ ભરવો પડી શકે છે. પ્રાઇવેટ વાહન પર બિહાર સરકારના વિભાગની નેમ પ્લેટ હોય તો દંડ ભરવો પડી શકે છે. દંડનો આ  નિયમ ભારત સરકારના વિભાગ અથવા તેના અધિકારીના ખાનગી વાહનો પર પણ લાગુ છે.

પટના ટ્રાફિક પોલીસે રાજધાનીમાં પણ તેનો અમલ કર્યો છે. પટનામાં આવા વાહનો સામે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. પટના ટ્રાફિક પોલીસે રાજધાનીના મુખ્ય માર્ગો પર એક અભિયાન શરૂ કર્યું. પટના ટ્રાફિક પોલીસે બેલી રોડ, અટલપથ, જેપી ગંગા પથ અને અન્ય મુખ્ય માર્ગો પર આ અભિયાન ચલાવ્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ 50 ખાનગી  વાહનો ઝડપાયા, જેમાં બિહાર સરકાર, ભારત સરકાર, પોલીસ અથવા અન્ય કોઈપણ વિભાગની નેમ પ્લેટ લાગેલી હતી.

સંબંધિત વિભાગે સ્પષ્ટતા કરી કે, નેમ પ્લેટ એ જ વાહનોમાં જ લગાવવાની રહેશે, જે સંબંધિત વિભાગ અથવા અધિકારીના સરકારી વાહનો હશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને 2500 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ નિયમ તમામ પ્રકારના ખાનગી વાહનોને લાગુ થશે. પછી તે બાઇક હોય, કાર હોય કે કોઈપણ વાહન હોય સર્વે માટે એક જ નિયમ બનાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: પૂર્વ પીએમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મનમોહન સિંહે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો’