Not Set/ એવું તો શું છે કે આ શાળામાં વિદ્યાર્થીઓ ધૂણે છે અને સાપની જેમ સરકે છે,ચર્ચાનો વિષય બની આ ઘટના

ડાંગ, ભણશે ગુજરાત અને રમશે ગુજરાતના સરકાર દ્વારા મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ડાંગના આંબાપડા ગામે એક એવી ઘટના સામે આવી છે કે તમે જોઇને ચોંકી ઉઠશો. ઘટના જાણે એવી છે કે આંબાપડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જેવા શાળામાં પ્રવેશ કરે તેવા ધૂણવા લાગે છે. અભ્યાસ દરમિયાન આ પ્રકારની અજીબ હરકતો કરતા હોવાથી […]

Top Stories Gujarat Others Videos

ડાંગ,

ભણશે ગુજરાત અને રમશે ગુજરાતના સરકાર દ્વારા મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ડાંગના આંબાપડા ગામે એક એવી ઘટના સામે આવી છે કે તમે જોઇને ચોંકી ઉઠશો.

ઘટના જાણે એવી છે કે આંબાપડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જેવા શાળામાં પ્રવેશ કરે તેવા ધૂણવા લાગે છે. અભ્યાસ દરમિયાન આ પ્રકારની અજીબ હરકતો કરતા હોવાથી અન્ય બાળકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો છે.

આ શ્રદ્ઘા છે પછી અંધશ્રદ્ઘા તે એક સૌથી મોટો સવાલ છે. શાળામાં જેવા બાળકો પ્રવેશ કરે ને તુરંત જ ભૂવા બની જાય છે. શાળાના વર્ગખંડમાં આ વિદ્યાર્થીઓ સાપની જેમ સરકે છે અને રીતસરના ભૂવાની જેમ ધૂણવા લાગે છે.