Not Set/ રેસીપી: આ રીતે બનાવો ઘરે લીલા વટાણાની આમટી

સામગ્રી 3 1/4 કપ લીલા વટાણા , બાફીને છૂંદેલા 2 ટેબલસ્પૂન તેલ 1/2 કપ મોટા સમારેલા કાંદા 2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર 1 ટેબલસ્પૂન આખા ધાણા 50 મિલીમીટર (2) નો તજનો ટુકડો 1 ટીસ્પૂન જીરૂ 3 લવિંગ 3 કાળા મરી 6 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા 6 લસણ 2 કપ મોટા સમારેલા ટમેટા મીઠું (સ્વાદાનુસાર) સજાવવા માટે 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનાવાની રીત  એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ […]

Uncategorized

સામગ્રી

3 1/4 કપ લીલા વટાણા , બાફીને છૂંદેલા
2 ટેબલસ્પૂન તેલ
1/2 કપ મોટા સમારેલા કાંદા
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
1 ટેબલસ્પૂન આખા ધાણા
50 મિલીમીટર (2) નો તજનો ટુકડો
1 ટીસ્પૂન જીરૂ
3 લવિંગ
3 કાળા મરી
6 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
6 લસણ
2 કપ મોટા સમારેલા ટમેટા
મીઠું (સ્વાદાનુસાર)

સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનાવાની રીત 

એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, નાળિયેર, આખા ધાણા, તજ, જીરૂ, લવિંગ, કાળા મરી અને સૂકા લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર 3 થી 4 મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો.

તે ઠંડુ થાય તે પછી તેને મિક્સરમાં થોડા પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો. હવે ટમેટાને મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.

બાકી રહેલું 1 ટેબલસ્પૂન તેલ એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં લીલા વટાણા, ટમેટાનું પલ્પ, મીઠું, અને 1 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.