કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના આગામી અધ્યક્ષપદની ચુંટણી માટે નોમિનેશન ભર્યું હતું. સોમવાર સવારે નોમિનેશન ભરતી વખતે રાહુલ ગાંધી સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, દિલ્લીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના અનેક કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. નામાંકન બાદ માનવામાં આવી રહ્યું છે કે, અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીનો રસ્તો સાફ થઇ ગયો છે.

નોમિનેશન બાદ રાહુલ ગાંધીને શુભકામનાઓ આપતા પૂર્વ પીએમ મનમોહનસિંહે જણાવ્યું કે, અમે નોમિનેશન ફાઇલ કર્યું છે, આ લોકોની સેવા કરવા માટે એક પગલું છે. સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદની ભૂમિકાને ભવ્ય રીતે ભજવી હતી, જયારે હવે રાહુલ ગાંધી આગળ વધારશે,અને કોંગેસ પાર્ટી હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધશે.
મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલની તાજપોશીની જાહેરાત ૫ ડિસેમ્બરે થઈ શકે છે. ૧ થી ૪ ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રક ભરવાનું નક્કી કરવામાં અવાયું હતું. જયારે એકથી વધુ ઉમેદવારી પત્રક હોવા પર ૧૬ મી ડિસેમ્બરે વોટિંગ અને ૧૯ મી ડિસેમ્બરેનાં રોજ પરિણામ જાહેર થશે.
