Not Set/ #કર્ણાટક : સ્વામીની સોમવારની દરખાસ્ત, ભાજપનો નનૈયો, સરકાર સંકટમાં

કર્ણાટકનું રાજકીય નાટક ખતમ થવાનું નામ નથી રહ્યું. વિધાનસભામાં વિશ્વાસનાં પ્રસ્તાવ પર મતદાન ગુરુવારે કરવાનું હતું. ભારે રાજકીય નાટક પછી શુક્રવારે ફ્લોર ટેસ્ટનો લેવામા આવશે તેવી જાહેરાત કરવામા આવી. શુક્રવારે પણ સવારનાં ભાગમાં ફ્લોર ટેસ્ટ ન કરાતા રાજ્યપાલ દ્રારા બપોરે 1.30 વાગ્યે સુધીમાં ફ્લોર ટેસ્ટ લેવાનો આદેશ આપવામા આવ્યો હતો, બાદમાં ગવર્નર દ્વારા સરકારને ફ્લોર […]

Top Stories India

કર્ણાટકનું રાજકીય નાટક ખતમ થવાનું નામ નથી રહ્યું. વિધાનસભામાં વિશ્વાસનાં પ્રસ્તાવ પર મતદાન ગુરુવારે કરવાનું હતું. ભારે રાજકીય નાટક પછી શુક્રવારે ફ્લોર ટેસ્ટનો લેવામા આવશે તેવી જાહેરાત કરવામા આવી. શુક્રવારે પણ સવારનાં ભાગમાં ફ્લોર ટેસ્ટ ન કરાતા રાજ્યપાલ દ્રારા બપોરે 1.30 વાગ્યે સુધીમાં ફ્લોર ટેસ્ટ લેવાનો આદેશ આપવામા આવ્યો હતો, બાદમાં ગવર્નર દ્વારા સરકારને ફ્લોર ટેસ્ટ માટે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપવામા આવ્યો.

ફ્લોર ટેસ્ટ માટે આજે કુમાર સ્વામી રહ્યા નિષ્ફળ

પરતું તો પણ કુમારસ્વામી ફ્લોર ટેસ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા છે.  અને રાજ્યપાલ દ્વારા આપવામા આવેલી સમય સીમા પાર થઈ ગઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ. એચ. કુમારસ્વામીએ સ્પીકરને સોમવાર સુધી ફ્લોર ટેસ્ટ તાળી સોમવારે ફ્લોર ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તો આ અપીલની સામે  ભાજપ દ્વારા સોમવારે ભાજપ આ માટે તૈયાર નથી તેવુ કહેવામાં આવ્યું છે. ત્યારે કર્ણાટકનું કોકડું વધું ગુચવાયું હોવાની પ્રતિતિ થઇ રહી છે. 

રાજ્યપાલે આપેલી બીજી ડેડલાઇન પણ પૂર્ણ

કર્ણાટકના મુખ્યમંત્રી એચ. એચ. કુમારસવામીએ સ્પીકરને પુછ્યું કે અમે સોમવારે વિશ્વાસનો મત આપી શકીએ છીએ, ઘણાં ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓને હવે ઘરે જવું છે. ત્યારે સ્પીકર દ્વારા કહેવામાં આવ્યું કે તમે તેવું ઇચ્છો તો તમારે સોમવારે આ મામલાને સમાપ્ત કરી દેવો પડશે. મુખ્યમંત્રી કુમારસ્વામીનાં પ્રસ્તાવને સ્પીકર દ્વારા સંમતી આપવામા આવતા આ મુદ્દે, ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે આ વાત સાથે બિલકુલ સહમત નથી. જો ભાજપ આ નિર્ણય પર તૈયાર નથી, તો કર્ણાટક કટોકટી ઊભી કરી શકે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન