Gandhinagar News/ ઉતરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ શું કહ્યું ? પવનની ગતિ કેવી રહેશે ?

હવામાન નિષ્ણાંત એટલે અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને અગત્વની આગાહી કરી, પવનની ગતિ સારી રહેવાની આગાહી કરાઈ

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gujarat News : ઉતરાયણના તહેવારને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવનની ગતિ વિશે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “ઉતરાયણ દરમિયાન પવનની ગતિ સારી રહેશે, પરંતુ બપોર બાદ પવનની ગતિમાં થોડો ઘટાડો થશે. સાંજના સમયે પવનની ગતિમાં વધારો થશે, જે પતંગ ઉડાવનારાઓ માટે સાનુકૂળ રહેશે.”

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 15 જાન્યુઆરીના રોજ પતંગ રસિયાઓ માટે પવનની ગતિ ખાસ અનુકૂળ રહેશે, અને આ દિવસે સવાર અને સાંજના સમયે પવનની ગતિ તેજ રહેશે. 14 અને 15 જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ મધ્યમ રહેવાની શક્યતા છે.

ઉતરાયણ માટે આ આગાહી પતંગ ઉડાવનારાઓ માટે આનંદની વાત છે, કારણ કે તે પવનની ગતિ અને શ્રેષ્ઠ સમયે પતંગ ઉડાવવાનું આયોજન કરી શકે છે.

@ UJJWAL VYAS, Mtv, Gandhinagar


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગ : રાજ્યમાં અનેક સ્થાનો પર ઘેરાયા વાદળો, ક્રિસમસ તહેવારમાં જોવા મળી શકે કમોસમી વરસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં કોલ્ડવેવ અને ધુમ્મસના કારણે લોકો ધ્રુજ્યા, જાણો આગામી 3 દિવસમાં કેવું રહેશે હવામાન?

આ પણ વાંચો: પહાડોમાં હિમવર્ષા વધી, દિલ્હી સહિત ઉત્તર ભારતના હવામાનની સ્થિતિ જાણો