Not Set/ સુરત – શું આમ જ વધે છે કોરોનાનાં કેસ?? પોઝિટિવ દર્દીને બેદરકાર તંત્રએ મોકલી આપ્યા ઘરે…!

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવત જોવામાં આવી રહ્યો છે. પરંતુ પાછલા દિવસોમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અને મૃત્યુ આંક ઘરાવતા અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરતી જોવામાં આવી રહી છે અને સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર વધતો નોંધવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે શું કોરોના કોઇ કારણ વીના જ આટલી હદે વિસ્તરી રહ્યો છે ? […]

Gujarat Surat

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવત જોવામાં આવી રહ્યો છે. પરંતુ પાછલા દિવસોમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અને મૃત્યુ આંક ઘરાવતા અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરતી જોવામાં આવી રહી છે અને સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર વધતો નોંધવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે શું કોરોના કોઇ કારણ વીના જ આટલી હદે વિસ્તરી રહ્યો છે ? કોરોના પોતાનો વિસ્તાર અને વસ્તાર વધારી રહ્યા હોવા પાછળ અનેક કારણો છે જ, પરંતુ આમાનું એક કારણ તંત્રની બેજવાબદારી તો નથીને?? જી હા, આ વાતને પુષ્ટી આપતી ઘટના સામે આવી રહી છે અને માટે જ આ સવાલ ઉઠી રહ્યો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના પોઝીટીવ દર્દીને પરત ઘરે મોકલી આપ્યો હોવાની વિગતો સામે આવતા સનસની મચી જવા પામી છે. જી હા, સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉધનાનાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ હતો તેને નેગેટિવ આવ્યો હોવાનું જણાવી ઘરે મોકલી દીઘો. સુરત મનપાનાં આરોગ્ય તંત્રએ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે ઘરે મોકલી આપેવા યુવકને મનપાએ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવી ફરી દાખલ કર્યો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews