Valsad News: વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ સહાય (Relief Assistance) હેઠળ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી સહાય રાશિનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નુકસાન વેઠનારા વલસાડ તાલુકાના તીથલ અને કોસંબા ગામના કુલ 79 પરિવારોને ₹5,37,200ની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં તબક્કાવાર સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળી શકે.
તીથલ અને કોસંબાના 79 પરિવારોને Relief Assistanceનું વિતરણ
ભારે વરસાદના કારણે નુકસાન વેઠનારા પરિવારોને આર્થિક સહાય પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી સહાયનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વલસાડ તાલુકાના તીથલ (Tithal)અને કોસંબા ગામના કુલ 79 પરિવારોને 5,37,200ના ચેક આપવામાં આવ્યા હતા. તેમાં તીથલના 20 અને કોસંબાના 59 પરિવારોનો સમાવેશ થાય છે. સહાય વિતરણ કાર્યક્રમમાં લોકસભા દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, (MP Dhaval Patel) જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે અસરગ્રસ્ત પરિવારોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં તબક્કાવાર રાહત સામગ્રીનું વિતરણ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થયા બાદ તબક્કાવાર સહાય વિતરણ (Relief Distribution)ની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રનું કહેવું છે કે તમામ પાત્ર પરિવારોને સમયસર સહાય મળે તે માટે સતત કામગીરી ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય ઉપરાંત અન્ય જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી સામાન્ય જીવન તરફ પરત લાવી શકાય અને તેમને જરૂરી તમામ સરકારી લાભ સમયસર મળી રહે.
આ પણ વાંચો: લોકસભા સત્ર વચ્ચે પણ સાંસદ ધવલ પટેલ સતત સક્રિય, વલસાડમાં રાહત કામગીરીનું સંકલન
આ પણ વાંચો: નવસારી પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, 21 મોતની પુષ્ટિ; પૂરપીડિતોને મળશે આર્થિક સહાય
આ પણ વાંચો: કોવિડમાં જીવ ગુમાવનારા GSRTCના 115 કર્મચારીઓના પરિવારને ₹25 લાખની સહાય
