Gujarat NIA Raid/ રાંચી RSS કાર્યાલય બોમ્બ હુમલા કેસમાં NIAની દેશવ્યાપી કાર્યવાહી, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 20 સ્થળોએ દરોડા

રાંચીમાં RSS કાર્યાલય પર થયેલા બોમ્બ હુમલાની તપાસમાં NIAએ ગુજરાત સહિત 9 રાજ્યોના 20 સ્થળોએ એકસાથે દરોડા (NIA Raids) પાડ્યા. તપાસને વધુ ગતિ આપવા દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે.

Top Stories Gujarat Others Breaking News
રાંચી હુમલા બાદ NIA Raids, ગુજરાત સહિત દેશભરમાં દરોડાનો દોર

Gujarat NIA Raid: રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર થયેલા બોમ્બ હુમલાની તપાસ હવે વધુ તેજ બની છે. આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે અને ગુજરાત સહિત 9 રાજ્યોમાં કુલ 20 સ્થળોએ એકસાથે દરોડા (NIA Raids) પાડ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી હુમલા સાથે સંકળાયેલા સંભવિત નેટવર્ક, સંપર્કો અને અન્ય મહત્વના પુરાવા એકત્ર કરવા માટે કરવામાં આવી રહી છે. દરોડા (NIA Raids) દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે.

NIA Raids: ક્યાં-ક્યાં થઈ કાર્યવાહી?

NIA દ્વારા સૌથી વધુ કાર્યવાહી ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે, જ્યાં પાંચ સ્થળોએ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ત્રણ અને દિલ્હીમાં બે સ્થળોએ દરોડા (NIA Raids) પાડવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાત, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં એક-એક સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ગુજરાતનું નામ પણ સામે આવ્યું છે, કારણ કે રાજ્યમાં પણ NIAએ એક સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે અધિકારીઓએ હજુ સુધી ગુજરાતમાં કયા શહેર અથવા સ્થળે કાર્યવાહી કરવામાં આવી તેની સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તપાસના હિતમાં ઘણી વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી રહી છે.

તપાસ હજુ ચાલુ

NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાંચી RSS કાર્યાલય પર થયેલા બોમ્બ હુમલા પાછળના સમગ્ર નેટવર્કને ઉજાગર કરવા માટે તપાસ સતત આગળ વધી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાંથી મળતા પુરાવાના આધારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો:ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી, ₹1190 કરોડના કોકેઇન કેસમાં NIAની પણ એન્ટ્રી

આ પણ વાંચો:અમદાવાદ NIA કોર્ટમાં ISIS જોડાયેલા 3 આરોપીઓ સામે ચાર્જશીટ: બાયો-ટેરર કાવતરાનો પર્દાફાશ

આ પણ વાંચો:રાઈઝીન ઝેરથી આતંક ફેલાવવાના કેસમાં NIAએ લીધી તપાસની કમાન