Patan News/ પાટણમાં હાજીપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પાટણમાં હાજીપુર (Hajipur) માં સગીરા (Minor) સાથે દુષ્કર્મ (Rape) કરવામાં આવ્યું છે. 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે બાલીસણા પોલીસ સ્ટેશન (Balisana Police Station) માં ફરિયાદ નોંધાવી છે.

Gujarat Others Breaking News

Patan News: પાટણમાં હાજીપુર (Hajipur) માં સગીરા (Minor) સાથે દુષ્કર્મ (Rape) કરવામાં આવ્યું છે. 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે બાલીસણા પોલીસ સ્ટેશન (Balisana Police Station) માં ફરિયાદ નોંધાવી છે.

પાટણના હાજીપુર ગામની સીમમાં રહેતા ઠાકોર શક્તિજી શિવાજી સામે આ કેસમાં ફરિયાદ નોંધઆઈ છે. પોલીસે સગીરાને શોધી કાઢી છે અને તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીની શોધખોળ આદરી છે. પાટણમાં તાજેતરમાં સગીરા પર બળાત્કારના ગુનામાં વધારો થયો છે.

આ પહેલા એક અન્ય ઘટનામાં સાવકી માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.  સગીરાને દવાખાને જવાના બ્હાને બહાર લઈ જવામાં આવી હતી. સગીરાને ગાડીમાં બેસાડીને અમદાવાદ લાવવામાં આવી હતી. સાવકી માતા પ્રેમી રઘુ સાથે સગીરાને અમદાવાદ લાવી હતી. સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અલગ-અલગ જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

સગીરાના પિતાએ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસમથકે પત્ની અને શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ સાવકી માતાની ધરપકડ કરી છે અને સગીરા પર દુષ્કર્મના મુખ્ય આરોપી રઘુને પકડવા તજવીજ હાથ ધરી છે. સ્વાભાવિક રીતે આરોપી પર પોક્સોની જોગવાઈ હેઠળ જ કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે હજી મહિના પહેલાં જ પાટણના સિદ્ધપુર તાલુકામાં 16 વર્ષીય સગીરા સામે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. નેદ્રોડા ગામના શખ્સે સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારાઈ

આ પણ વાંચો: પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતાં નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: પાટણના કાકોશી ગામની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ