Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ યુવકને આવ્યો ફોન…IDFC બેંકમાંથી બોલું છું, તમારો એકાઉન્ટ ચાલુ રાખવું છે કે બંદ ?

એક ફોનથી યુવકના ખાતામાંથી ગયા 46 હજાર રૂપિયા

July 24, 2021Rizwan shaikh
Gujarat

ઓનલાઈન અને ડિજિટલના જમાનામાં ગુનાખોરીની વ્યાખ્યા પણ બદલાતી જઈ રહી છે. શિક્ષણના અભાવ અને ટેકનોલોજીનો પૂરતો જ્ઞાન ન હોવાને કારણે આજે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા ખુબજ વધી રહ્યા છે. લોકોને ખ્યાલ પણ હોતું નથી ને પળભરમાં તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઇ જતા હોય છે. અને પછી પાછળથી તે વ્યક્તિને પસ્તાવાનો વારો આવે છે. બે દિવસ પહેલા પણ અમદાવાદમાં એક સાથે 20 જેટલી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તે બનાવની હજી શાહી પણ સુખાઈ નથી ને ત્યાં વધુ એક બનાવ આણંદ શહેરમાંથી સામે આવ્યો છે.

આણંદ શહેરના ગામડીમાં રહેતા એક શખ્સ પર મોબાઈલ પર ફોન આવ્યો હતો કે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાંથી બોલું છું તમારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. જે શરુ કરાવવા માટે જરુરી વિગતો આપો તેમ કહીને ગઠીયાએ બેંક એકાઉન્ટની વિગતો લઈને ખાતામાંથી ૪૬,૧૩૪ ઉપાડી લઈને છેતરપીંડી આચરતા આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગામડી ગામે ધરણીવિહાર સોસાયટીમાં કાંતિભાઈ ધુરાભાઈ મકવાણા રહે છે. તેઓનું ખાતું આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં છે. ગત તા. ૨૩મી મેના રોજ કાંતિભાઈના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે હું આઈડીએફસી બેંકમાંથી બોલું છું તમારું સેવીંગ એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. તેને પુનઃ શરુ કરવા માટે જરુરી વિગતો માંગી હતી તેમાં બેંક એકાઉન્ટ તથા કસ્ટરમર આઈડી અને ડેબીટ કાર્ડની વિગતો માંગી હતી. જેથી તેઓએ વિગતો આપી હતી. ત્યારબાદ ગઠીયાએ કોઈપણ સમયે રુા. ૪૬,૧૩૪ બેંકમાંથી ઉપાડી લીધા હતા. જેની જાણ કાંતિભાઈ મકવાણાને થતા તેઓએ સાઈબર ક્રાઈમ પોલીસ મથક આણંદ ખાતે અજાણ્યા ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કર્યો છે.

Post navigation

ટ્રકે અડફેટે લેતા બાઇક પર જતાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા
મેડલ જીતવું એ મારૂ સ્વપ્ન હતું એ સાકાર થયું, આ ચંદ્રક મારા દેશને સમર્પિત કરૂં છું : મીરાબાઇ ચાનુ

More Posts

હત્યાનો ભેદ ઉકેલાયો/ કઠલાલ ના ખલાલ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

September 27, 2023garima rao
દાંડિયારાસમાં

Not Set/ રાજકોટમાં લગ્નના દાંડિયારાસમાં વારરાજાનું માતાનું મોત, મંગળ ઘડી ફેરવાઇ અમંગળમાં

January 24, 2022January 24, 2022Maya Sindhav

અમદાવાદ/  લઘુશંકાએ ગયેલા વેપારીના કરોડોના દાગીના લઈને ફરાર થનાર નોકર ઝડપાયો

November 22, 2021padma prajay

Not Set/ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં શિક્ષકે એકમોની ઓનલાઈન ક્વિઝ બનાવી, રાજયમાં ક્વિઝ પ્રથમવાર બની હોવાનો દાવો

September 22, 2020Hemakshi Vyas

પાણીની તંગી/ પોલીસ અને પ્રેક્ષકો પરેશાન

March 14, 2021March 14, 2021Vishal Khamar

Ahmedabad News/ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાનની લાલચ આપી 250 લોકો સાથે ઠગાઈ : આરોપી ઝડપાયો

December 25, 2024Nikunj Patel

Valsad News/ વલસાડના તિથલમાં અનોખી દોડ યોજાઈ, સાડી રનનું આયોજન કરાયું

March 9, 2025Komal Patel

Budget 2025/ અમિત ચાવડાએ બજેટ પર નારાજગી વ્યક્ત કરી, “બજેટમાં ગુજરાતનો એકવાર પણ ઉલ્લેખ નથી કરાયો”

February 1, 2025February 1, 2025Yogesh Vaghela
Ahmedabad Auto Taxi Strike: ‘રોજગાર બચાવ આંદોલન’, 4 દિવસ રિક્ષા-ટેક્સીના પૈડાં થંભાવાશે

Ahmedabad News/ અમદાવાદીઓ ધ્યાન આપજો! 7થી 10 સપ્ટેમ્બર રિક્ષા-ટેક્સી બંધનું એલાન, મુસાફરોએ અગાઉથી કરવી પડશે વ્યવસ્થા

September 3, 2026Maya Sindhav

વલસાડ/ ચૂંટણી સમયે જ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

February 3, 2021February 3, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy