Somnath News/ સોમનાથના આંગણે પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું ભાવભીનું સન્માન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માટે સોમનાથ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM Modiનું હેલિપેડ પર સ્વાગત કર્યું.

Trending Gujarat Others
PM Modi

PM Modi Somnath Visit: દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવી પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM Modiનું CM સહિતના મહાનુભાવોએ કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે હેલિપેડ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

PM Modi

Somnath સ્વાભિમાન પર્વનું આકર્ષણ

સોમનાથમાં યોજાઈ રહેલું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું મનાઈ રહ્યું છે. પીએમ મોદીની મુલાકાતને લઈને ગીરસોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હેલિપેડથી લઈને મંદિર પરિસર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાન મહાદેવના દર્શન અને પૂજન કરી પર્વમાં સહભાગી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ : અમર વારસાની ઉજ્જ્વળ ગાથા

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયો પૂર્વ થી પશ્ચિમનો સંગમ

આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ: હર્ષ સંઘવીની કાયદો-વ્યવસ્થા સમીક્ષા